Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકામાં ૧૧મી મેથી કોવિડ ઈમરજન્સી થશે ખતમઃ બાઈડન પ્રશાસને કરી ઘોષણા

૬૦ દિવસની નોટીસ આપી સિસ્ટમ પૂર્વરત કરવાનો સમય અપાશે

વોશિંગ્ટન તા.૩૧ ઃ અમેરિકાના બાઈડન તંત્રએ દેશમાં લાગુ કોવિડ પબ્લિક હેલ્થ ઈમરજન્સી અને નેશનલ ઈમરજન્સીને પૂર્ણ કરવાની તૈયારી શરૃ કરી દીધી છે. અમેરિકી સરકારે એલાન કર્યું છે કે ૧૧ મેથી દેશમાં બંને ઈમરજન્સીને ખત્મ કરી દેવામાં આવશે.

કોરોના મહામારીનો સામનો કરવા માટે જાન્યુઆરી ૨૦૨૦માં તત્કાલીન ટ્રમ્પ સરકારે અમેરિકામાં આ ઈમરજન્સી લાગુ કરી હતી. હાઉસ ઓફ રિ-પબ્લિકન લેજિસ્લેશનમાં માંગણી કરી હતી કે, કોવિડ ઈમરજન્સી તાત્કાલિક ખતમ કરવામાં આવે પરંતુ વિપક્ષની માંગ ન માનીને બાઈડન સરકારે ઈમરજન્સી ખતમ કરવાની તા.૧૧ મે નક્કી કરી છે.

અમેરિકાના હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસ ડિપાર્ટમેન્ટે વચન આપ્યું છે કે, તેઓ રાજ્યોને ઈમરજન્સી ખતમ થયાના ૬૦ દિવસ પહેલા નોટીસ આપશે જેનાથી રાજ્ય પોતાના હેલ્થ કેર સિસ્ટમને ફરીથી તૈયાર કરી લે. અમેરિકામાં કોવિડ ઈમરજન્સી લાગુ થયા બાદ દર ૯૦ દિવસે તેને વધારવામાં આવતી હતી. આ રીતે જેમ અમેરિકામાં કોરોનાના નવા વેરિઅન્ટની અસર જોવા મળી રહી હતી તેવી જ રીતે હેલ્થ ઈમરજન્સીને વધારાઈ હતી.

હવે જ્યારે અમેરિકામાં કોવિડની પરિસ્થિતિ સામાન્ય છે અને સ્થિતિ નિયંત્રણમાં છે તો અમેરિકા સરકારે ઈમરજન્સી પૂર્ણ કરવાનો નિર્ણય કર્યાે છે.

સરકારે ઈમરજન્સીને મે મહિનામાં પૂર્ણ કરવા પાછળનો તર્ક જણાવતા કહ્યું કે આનાથી હોસ્પિટલોને સમય મળી જશે કે તેઓ પોતાના પેમેન્ટ વગેરેને ક્લિયર કરી લે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો તાત્કાલિક ઈમરજન્સી ખતમ કરી દેવામાં આવત તો આનાથી ઘણી હોસ્પિટલને નુકસાન વેઠવું પડત. વ્હાઈટ હાઉસ હવે અમેરિકામાં કોરોના વેક્સિનને ખાનગી સેક્ટરને સોંપવાની તૈયારી કરી રહ્યું છે. અત્યાર સુધીમાં વેક્સિનનો ખર્ચ સરકાર ઉઠાવી રહી હતી પરંતુ હવે મોર્ડનો અને ફાઈઝર જેવી વેક્સિન માટે લોકોને ૧૩૦ ડોલર પ્રતિ વેક્સિન પાછળ ખર્ચ કરવો પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોરોનાના કારણે ૧૦ લાખથી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા. વર્ષ ૨૦૨૧માં અમેરિકામાં કોરોનાનો પીક આવ્યો. જો કે, હજુ પણ અમેરિકામાં દર અઠવાડિયે  ચાર હજાર લોકો કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh