Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં યોગ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા

જામનગર તા. ૩૧ઃ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એમ.પી. શાહ ટાઉનહોલમાં જિલ્લા કક્ષાની ઓપન યોગાસન સ્પર્ધા-ર૦રર નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો ઓડીનેટર અનિલભાઈ ત્રિવેદી, ડો. છગન કગથરા અને રાજકોટ કો-ઓર્ડિનેટર વંદનાબેન રાજાણીએ નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી. જામનગર મહાનગર પાલિકાના કમિશનર વિજય ખરાડીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

સ્પર્ધામાં ત્રણ પુરુષ અને ત્રણ મહિલા સ્પર્ધકનું સિલેક્શન કરાવવામાં આવ્યું હતું, જે આગામી સમયમાં મહાનગરપાલિકામાં યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે. જામનગર જિલ્લા રમતગમત અધિકારી રાવલિયાના માર્ગદર્શનમાં આયોજનને સફળ બનાવવા યોગ કોચ સંજય પરમાર અને યોગ ટ્રેનરો મીનાબેન જોતિશી, હિમાની નંદશના, દિપ્તિબેન પંડ્યા, અંજુબેન દુલાની, તૃપ્તિબેન ઓઝા, પ્રીતિબેન પરીખ વગેરેએ વોલેન્ટિયર તરીકે સવા આપી હતી. આયોજક સંસ્થા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જામનગર જિલ્લા કો-ઓર્ડિનેટર યોગ ગુરુ પ્રીતિબેન શુક્લ દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh