Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે શહેરમાંથી ઝડપાઈ રૃા.૩૧ લાખની વીજચોરીઃ
જામનગર તા.૩૧ ઃ જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા આજે કલ્યાપુર તાલુકાના ગામોમાં વીજ ચેકીંગ શરૃ કરવામાં આવ્યું છે. ગઈકાલે જામનગર શહેરમાંથી રૃા.૩૧.૬૫ લાખની વીજચોરી ઝડપાઈ ગઈ હતી.
જામનગરની સ્થાનિક ૫ીજીવીસીએલ કચેરી દ્વારા કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવ અંતર્ગત શરૃ કરવામાં આવેલી ચેકીંગ કાર્યવાહી અંતર્ગત આજે સ્થાનિક અધિકારીઓના વડપણ હેઠળની ૩૩ ટૂકડીઓ જામનગર સર્કલ હેઠળ આવતા દ્વારકા ડિવિઝનના કલ્યાણપુર, ભાટિયા સબ ડિવિઝનમાં સમાવિષ્ટ વિસ્તારોમાં વીજ ચેકીંગ માટે ધસી ગઈ છે.
કલ્યાણપુર તાલુકાના દુધીયા, ધતુરીયા, રાજપરા, કાનપર શેરડી, ગાગા, બતડીયા વગેરે ગામોમાં વીજ ચોરી પકડી પાડવા આ ટૂકડીઓ ૧૪ એસઆરપીમેન અને ૩ એક્સ આર્મીમેન, સ્થાનિક પોલીસના ૧૮ જવાનો સાથે ધસી ગઈ છે. ત્રણ વીડિયો ગ્રાફરને પણ સાથે રાખવામાં આવ્યા છે.
ગઈકાલે જામનગરના જેલ રોડ, રઝાનગર, રવિ પાર્ક, ગુલાબનગર, સનસિટી સોસાયટી તથા કાલાવડ નાકા બહારના વિસ્તારોમાં ૩૭ ટૂકડીઓએ કરેલા ચેકીંગ દરમિયાન ૪૭૨ વીજજોડાણો ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી ૮૫ જોડાણોમાં ગેરરીતિ મળી આવતા તેના ધારકોને રૃા.૩૧ લાખ ૬૫ હજારના પુરવણી બીલ આપવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag