Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયાને સાંકળતી ધ્રોળ, રાજકોટ, અમદાવાદ
જોડિયા તા. ૩૧ઃ રાજકોટ-ધ્રોળ-જોડિયા તેમજ અમદાવાદ-રાજકોટ-જોડિયા રૃટની બસને ફરીથી ચાલુ કરવા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
જોડિયા તાલુકાનું મુખ્ય મથકનું ગામ હોય, અહીંથી અનેક મુસાફરો, ધંધા-રોજગાર, ભણતર માટે અન્ય શહેર-ગામોએ પ્રવાસ કરે છે, જેમાંથી મુખ્યત્વે સરકારી બસો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજકોટ-ધ્રોળ-જોડિયા રૃટની જે રાત્રિ રોકાણ કરતી તથા રાત્રિના સમયે ૬-૪પ રાજકોટથી જોડિયા આવવા રવાના થતી, તે બસ નિયમિત રીતે ચાલુ હતી તેને અચાનક બંધ કરવામાં આવેલ છે. તેમજ રાજકોટથી જોડિયા આવવા માટેની આખરી બસ અમદાવાદ-રાજકોટ-જોડિયા પણ બંધ કરવામાં આવી છે.
આ બસમાં જોડિયા, બાદનપર, ભાદરા, લખતર, માવાપર જેવા ગામોના વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓને અનુકૂળ આવતી બસ છે. આ બસ નિયમિત હોવાથી વિદ્યાર્થીઓ-ધંધાર્થીઓ તમામ મુસાફરો નિયમિત રીતે સમયસર શાળા-કોલેજનો સમય સવારે ૮ વાગ્યાનો હોય છે, જ્યારે જોડિયા-રાજકોટની બસ સવારે ૬ વાગ્યે નિયમિત ઉપડતી હોવાથી રાજકોટ સમયસર આઠ વાગ્યે પહોંચી જાય છે, તેમજ આ બસ અપડાઉન કરતા તમામ લોકોને અનુકૂળ આવતી હતી. ઉપરોક્ત બન્ને બસ ચાલુ કરવા જામનગર જિલ્લા બક્ષી પંચના હાર્દિક જે. લીંબાણીએ કેબિનટ મંત્રી રાઘવજીભાઈ પટેલને લેખિત આવેદનપત્ર આપેલ છે, તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંસદસભ્ય પૂનમબેન માડમ, પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરા, વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.
ઉપરોક્ત બન્ને બસો ફરીથી તાત્કાલિકના ધોરણે ચાલુ કરવામાં નહીં આવે તો આ અંગે બસ રોકો ઉગ્ર આંદોલન કરવામાં આવશે જે અંગેની જવાબદારી જે તે એસ.ટી. વિભાગની રહેશે તેમ હાર્દિક જે. લીંબાણીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag