Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ રેલવે ડિવિઝનના સિનિયર ડીસીએમ તરીકે સુનિલકુમાર મીના નિમાયા

અભિનવ જેફના સ્થાને સંભાળ્યો ચાર્જઃ

જામનગર તા. ૩૧ઃ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર તરીકે સુનિલકુમાર મીનાએ કાર્યભાર સંભાળ્યો છે. તેમની નિમણૂક અભિનવ જેફના સ્થાને કરવામાં આવી છે. અભિનવ જેફની ભાવનગર ડિવિઝનમાં સિનિ. ડિવિઝનલ ઓપરેટીંગ મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સુનિલકુમાર મીના ર૦૧૦ ની બેચના ભારતીય રેલવે ટ્રાફિક સેવાના વરિષ્ઠ અધિકારી છે. તેમણે સૈનિક સ્કૂલ ચિતોડગઢમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું તથા મુંબઈની ટી.એસ. ચાણક્ય કોલેજમાંથી સ્નાતક (બી.એસસી.-નોટીકલ) ની ડીગ્રી મેળવી છે. તેઓએ પશ્ચિમ રેલવેમાં વિવિધ મહત્ત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. જેમાં આસી. ઓપરેટીંગ મેનેજર અમદાવાદ, ડિવિઝનલ ઓપરેટીંગ મેનેજર-રતલામ,અને સિનિ. ડી.સી.એમ. રતલામનો સમાવેશ થાય છે. તેઓએ ઈન્ડિયન રેલવે ઈન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટમાંથી લોજિસ્ટીક્સ અને મેનેજમેન્ટની તાલીમ લીધી છે તથા રમતગમત તેઓને પસંદ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh