Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા
જામનગર તા. ૩૧ઃ ગુજરાત હાઈકોર્ટની સૂચના મુજબ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં ગેરકાયદે ચાલતી માંસ-મટનની ૧૭ દુકાનો સીલ કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતી મીટ શોપ, ચીકન શોપ, તેમજ સ્લોટર હાઉસમાં નિરીક્ષણ કરી લાયસન્સ વગરના બિનઆરોગ્યપ્રદ હોય તેવા એકમોમાં કાયદાઓ અને જોગવાઈઓનો ભંગ કરતા હોય તેવા એકમો સામે જી.પી.એમ.સી. એક્ટની જોગવાઈ મુજબ ક્લોઝ ડાઉન/સીલીંગ સહિતના પગલાં લેવા માટે મળેલી સત્તા મુજબ મ્યુનિ. કમિશનર-જામનગર મહાનગરપાલિકા વિજયકુમાર ખરાડીની સૂચનાથી ગત્ સાંજે ચેકીંગ કરીને ગેરકાયદે ચાલતી ૧૭ દુકાનોને સીલ કરવામાં આવી હતી.
આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી થવા પામી હતી. જે અન્વયે ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નાયબ કાર્યપાલ ઈજનેર નીતિન આર. દીક્ષિત, ફૂડ ઈન્સ્પેક્ટર એન.પી. થસોલિયા, દશરથ આસોડિયા, દબાણ નિરીક્ષક સુનિલ ભાનુશાળી સહિતની ટીમ ગત્ મોડી સાંજે કાલાવડ નાકા બહાર દોડી ગઈ હતી અને ચીકન-મટનની ૧૭ દુકાનો સીલ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag