Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોના કર્મચારી પર હુમલો કરવાનો ઘાસ વિક્રેતાનો પ્રયાસઃ બખેડો

પાવડો મારવાનો પ્રયાસ થતા પોલીસ બોલાવાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગર મહાનગર પાલિકાની ટીમ આજે સવારે ઘાસચારો વેંચવા સામે કામગીરીમાં હતી ત્યારે એક ઘાસ વિક્રેતાએ બખેડો કર્યો હતો અને પાવડો લઈને હુમલો કરવાનો પ્રયાસ કરતા આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

જામનગરમાં રણજીતસાગર માર્ગે મારૂ કંસારા વાડી નજીક એક ખાનગી જમીનમાં ઘાસચારાનું વેંચાણ થતું હોવાથી મહાનગરપાલિકાની ટીમ ત્યાં પહોંચી હતી અને ઘાસનો જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી કરતા ઘાસ વિક્રેતા દંપતીએ બખેડો કરી ભારે હોબાળો મચાવ્યો હતો.

અને આ પોતાની ખાનગી જમીનમાં ઘાસ વેંચતા હોવાની રજૂઆતો કરી હતી, જ્યારે કર્મચારી દ્વારા ઘાસચારો જપ્તિમાં લેવાની કામગીરી કરતા જ ઘાસ વિક્રેતાએ પાવડા વડે તેની ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આથી ઉચ્ચ અધિકારીને બનાવથી વાકેફ કરવમાં આવતા આસી. કમિશનર મુકેશ વરણવા બનાવ સ્થળે દોડી ગયા હતાં અને ઘાસ વેંચાણ માટે લાયસન્સ લેવું ફરજિયાત હોવાનું જણાવતા મામલો બીચક્યો હતો અને ઘાસ વિક્રેતાએ રોડ ઉપર પરિવાર સાથે બેસી જઈ રોડ બ્લોક કરવાનો પ્રયત્ન કર્યો હતો.

આ પછી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. થોડી જ વારમાં પોલીસ કાફલો પણ ત્યાં દોડી આવ્યો હતો અને ઘાસવિક્રતાને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. આ પછી ઘાસચારાનું વેંચાણ બંધ ધરાવનાર અને હુમલા પ્રયાસથી બચેલા મહાનગરપાલિકાના એસ.એસ.આઈ. દિપક પરમાર પણ પોલીસ મથકે પહોંચ્યા હતાં જ્યાં તેમણે પોતાના ઉપર હુમલાનો પ્રયાસ કરવા, ફરજમાં રૂકાવટ કરવા અને ઘાસચારાનું વેંચાણ કરી જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરી હતી. આમ આજે સવારે થોડીવાર માટે વાતાવરણ ઉગ્ર જોવા મળ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh