Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોને કંટ્રોલીંગ ઓથોરિટી દ્વારા
જામનગર તા. પઃ જામનગર મહાનગરપાલિકાના નિવૃત્ત સફાઈ કર્મચારીને ગ્રેચ્યુઈટીની મોડી ચૂકવાયેલ રકમનું વ્યાજ ચૂકવવાનો કંટ્રોલીંગ ઓથોરિટીએ આદેશ કર્યો છે.
મંગુબેન માધાભાઈ નામના અરજદાર જામનગર મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદાર તરીકે તા. ૧-૪-૧૯૮૬ થી તા. ૩૧-૧૦-ર૦ર૩ સુધી ફરજ બજાવતા હતાં. આ પછી વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતાં. તેમની બાકી નીકળતી ગ્રેચ્યુઈટીની રૂા. ૧૧,ર૩,૮ર૩ ની રકમ મહાનગરપાલિકાએ પાંચ માસ મોડી ચૂકવતા અરજદારે આ રકમનું વ્યાજ મેળવવા માંગણી કરી હતી, પરંતુ વ્યાજની રકમ નહીં ચૂકવતા સક્ષમ ઓથોરિટી સમક્ષ દાદ માંગી હતી. સુનાવણી દરમિયાન અરજદાર તરીકે પ્રેમજીભાઈ બાબરીયા ઉપસ્થિત રહ્યાં હતાં અને કામદારની પૂછપરછ કરી જુદીજુદી કોર્ટના ચૂકાદાઓ રજૂ કર્યા હતાં. બન્ને પક્ષ તરફની રજૂઆતો સાંભળ્યા પછી કંટ્રોલીંગ ઓથોરિટીએ અરજદાર મંગુબેન માધાભાઈને વ્યાજની રૂા. ૩૩,રપ૩ ની રકમ ચૂકવી આપવા હુકમ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial