Advertisement
Author: નોબત સમાચાર

મોબાઈલના હપ્તા ભરવા આપેલા પૈસા પરત માંગતા મહિલા સહિત ત્રણે ધોકાવ્યો

ઉઘરાણીના મામલે યુવકને ઘુસ્તાવાળી કરાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરના એક મહિલાને મોબાઈલના હપ્તા ભરવા આપેલી રકમ પરત માંગતા ધરારનગર-૨માં યુવાનને આ મહિલા સહિત ત્રણે ધોકાવી નાખ્યો છે. જ્યારે ભુતીયા બંગલા પાસે શનિવારે બપોરે એક યુવાન પર ઉઘરાણીના મામલે હુમલો થયો છે.

જામનગરના ધરારનગર-ર વિસ્તારમાં રહેતા ગફારભાઈ કાદરભાઈ જોખીયા નામના આસામીને ત્યાં જ રહેતા રજીયાબેનને તેના મોબાઈલના હપ્તા ભરવા માટે થોડા સમય પહેલાં પૈસા આપ્યા હતા. હાથઉછીની આ રકમ ગફારભાઈએ પરત માંગતા ગઈકાલે સાંજે અબુ હનીફા મસ્જીદ પાસે રજીયાબેન ઉર્ફે રજ્જુ, ઈરફાન ઈકબાલ જોખીયા, અદુડી મલેક નામના ત્રણ વ્યક્તિએ પૈસા નથી આપવા, થાય તે કરી લે તેમ કહી ઝપાઝપી કરી હતી.

ત્યારપછી ધોકાથી ઈરફાને માથામાં ફટકો મારતા અને રજીયાબેન તેમજ અદુડીએ ઢીકાપાટુથી માર મારતા ગફારને ઈજા થઈ છે. તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના શાંતિ નગરમાં રહેતા ઘનશ્યામસિંહ ભૂપતસિંહ જાડેજાએ થોડા સમય પહેલાં શાંતિનગરમાં જ રહેતા પૃથ્વીરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા પાસેથી હાથઉછીની રકમ મેળવી હતી. તે પૈસા ઘનશ્યામસિંહના ભાણેજે ચૂકવી આપ્યા હોવા છતાં પૈસા મળ્યા નથી તેમ કહી શનિવારે બપોરે ભુતીયા બંગલા પાસે પૃથ્વીરાજસિંહે તેઓને રોકી ગાળો ભાંડવા ઉપરાંત ઘુસ્તા મારી પતાવી દેવાની ધમકી આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh