Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતમાં આ અંગે દાવો પણ થયો છે!
જામનગર તા. ૫: જામનગર નજીકના વસઈ ગામમાં આવેલી અંદાજે રૂા.દસેક કરોડની કિંમતની એક જગ્યાના તેના માલિક વૃદ્ધાની જાણ બહાર વેચાણ કરાર તૈયાર કરાવી, અંગુઠાનું ખોટું નિશાન મરાવી, ખોટી ઓળખ તથા સાક્ષી ઉભા કરી નોટીસ આપ્યા પછી ચાર શખ્સે દીવાની અદાલતમાં દાવો પણ કરી નાખતા અને આ બાબત ખરા માલિકના ધ્યાનમાં આવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો છે. પોલીસે વકીલ સહિત ચાર સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર તાલુકાના વસઈ ગામમાં રહેતા રંજનબેન નરશીભાઈ સુમરીયા નામના વૃદ્ધાની અંદાજે રૂા.દસેક કરોડની વસઈ ગામમાં જમીન આવેલી છે. તે જમીન (રે.સ.નં. ૩૧૮)નો વેચાણ કરાર કોઈએ બનાવી નાખ્યો હતો.
ગયા જાન્યુઆરી મહિનામાં થયેલા આ કૃત્યની રંજનબેનને જાણ થઈ હતી. જેની તેઓએ તપાસ કરાવતા રાજકોટના સવદાસ અરજણ ચાવડા, ટીંબડીના કિશોર હેમગર ગોસાઈ, ખંભાળિયાના બેરાજાના પુંજા કાળુ કરમુર તથા વકીલ રણછોડભાઈ નરશીભાઈ પરસાણા આમાં સંડોવાયેલા હોવાનું જણાઈ આવ્યું હતું.
આ મહિલાની માલિકીની જમીનનો તેઓની જાણ બહાર બોગસ વેચાણ કરાર તૈયાર થઈ ગયો હતો અને તેઓના અંગુઠાનું ખોટું નિશાન મરાવી કાગળોમાં ખોટી ઓળખ તથા સાક્ષી પુરાવા રજૂ કરી દેવાયા હતા અને આ વેચાણ કરારની નોટીસ આપી દેવાઈ હતી અને જામનગરની સિવિલ કોર્ટમાં આ અંગે દાવો પણ કરી નખાયો હતો. રંજનબેને આ બાબતની સિક્કા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચારેય વ્યક્તિ સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial