Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ૫૦ હજારથી વધુ પાટીદારોનું સમૂહ ભોજન તથા દાતાઓનું સન્માન એકતાની શક્તિનું પ્રતીક

શ્રી લેઉવા પટેલ સમાજનાં ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી - ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિ

                                                                                                                                                                                                      

જામનગર તા.૫: જામનગરમાં રણજીનગર લેઉવા પટેલ સમાજમાં સમસ્ત લેઉવા પટેલ સમાજનાં ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત શનિવારે મહારાસ તથા રવિવારે સમૂહ જ્ઞાતિ ભોજન અને દાતાઓનો સન્માન સમારંભ સહિતનાં કાર્યક્રમ યોજાયા હતાં. કાર્યક્રમમાં ૫૨ હજારથી વધુ જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં સંગઠન શક્તિનાં થયાં દર્શન હતાં.

સમાજનાં પ્રમુખ મનસુખભાઇ રાબડીયાએ જણાવ્યું હતું કે, ગત શનિવારે  ભવ્ય મહારાસનું આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર જિલ્લામાંથી હજારોની સંખ્યામાં ભાઈઓ-બહેનોએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રાત્રિનું મુખ્ય આકર્ષણ જામનગરની વિશ્વ વિખ્યાત 'પટેલ યુવક ગરબી મંડળ' દ્વારા રજૂ કરવામાં આવેલો અદભુત મસાલ રાસ રહૃાો હતો.

રવિવારે  યોજાયેલા મુખ્ય સમારોહમાં રાજ્યનાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી,રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા,પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ખોડલધામ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને ધારાસભ્ય રમેશભાઈ ટીલારા,દિવ્યેશભાઈ અકબરી વિશેષ ઉપસ્થિત રહૃાા હતા.લેઉવા પટેલ સમાજ દ્વારા આ નવનિયુક્ત મંત્રીઓનું જામનગરની ધરા પર ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ દિવ્યેશભાઈ અકબરી તેમજ પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ,  રમેશભાઈ મુંગરા, સહિતના સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહૃાા હતા. 

આ પ્રસંગે મંત્રી જીતુભાઇ વાઘાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, *અન્ન ભેગા એના મન ભેગાના ભાવ સાથે પાટીદાર સમાજ આજે અન્ય સમાજોને પણ સાથે રાખીને દેશને વિકાસની નવી રાહ ચીંધી રહૃાો છે. આ સંગઠિત શક્તિ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નવા આયામો સર કરશે.

સમાજની ઉન્નતિ માટે ઉદાર હાથે ફાળો આપનાર દાતાઓનું  મહાનુભવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.આ માતબર ફાળો આગામી સમયમાં સમાજ ભવનો અને સામાજિક સુવિધાઓના નિર્માણ માટે કરવામાં આવશે.

કાર્યક્રમના અંતે અંદાજીત ૫૨,૦૦૦ જેટલા જ્ઞાતિજનોએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજનાં પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનુભાઈ ભંડેરી,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા, ચેમ્બર્સ ઓફ કોમર્સના રમણીકભાઈ અકબરી, જીઆઇડીસી ફ્રેસ-૨,૩ ના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, ફેક્ટરી ઓનર્સ પ્રમુખ રામજીભાઈ ગઢીયા,લેઉવા પટેલ સમાજ ના મંત્રી અશોકભાઈ પટેલ, ઉપપ્રમુખ કૈલાશભાઈ રામોલિયા, મનસુખભાઈ ભંડેરી, સહમંત્રી રમેશભાઈ વેકરીયા, ખજાનચી કિશોરભાઈ સંઘાણી સહિત  સામાજિક અને રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે લેઉવા પટેલ સમાજ ના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, હોદ્દેદારો અને સેંકડો સ્વયંસેવકોએ રાત-દિવસ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh