Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાંથી આબુ-અંબાજી જતા પર્યટકોની મજા બેવડાઈ
અમદાવાદ તા. પઃ માઉન્ટ આબુમાં શિમલા જેવો માહોલ ઊભો થતા પ્રવાસીઓ ઉમટ્યા છે. માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન માઈનસ ૪ ડીગ્રી આસપાસ નોંધાયું છે અને મેદાન-વાહનો અને રસ્તા પર બરફની આછેરી ચાદર પથરાઈ ગઈ છે.
માઉન્ટ આબુમાં હાલ હાડ થિજવતી ઠંડી પડી રહી છે. તાપમાનનો પારો સતત ગગડતા સહેલાણીઓ કોહરા સાથે કડકડતી ઠંડીનો આનંદ લઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆતથી જ સતત માઉન્ડ આબુમાં હવામાનમાં ફેરફાર આવ્યો છે.
લઘુતમ તાપમાન શૂન્ય ડીગ્રીથી નીચે પહોંચી જતા સવારમાં મેદાન, વાહનો અને રસ્તા પર બરફની આછેરી ચાદર પથરાઈ ગઈ છે. હાલમાં માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન માઈનસ ૪ ડીગ્રી આસપાસ નોંધાયું હતું, જ્યારે ગુરુ શિખર જેવા ઉચ્ચ વિસ્તારોમાં તે માઈનસ ૬ ડીગ્રી સુધી પહોંચી ગયું હતું. રાત્રે ભેજ જામી જવાથી વાહનો, હોટલોના ફર્નિચર, ખુરશી-ટેબલ, મેદાનો, ગાર્ડન અને નક્કી તળાવની દીવાલો પર બરફ જાડો થર જામી ગયો હતો. સવારે આ દૃશ્યો જોઈને પ્રવાસીઓ આનંદિત થઈ ગયા છે અને ફોટા-વીડિયો લઈને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
ગુજરાતમાંથી મોટી સંખ્યા પર્યટકો માઉન્ટ આબુમાં હરવા-ફરવા જાય છે, ત્યારે ખુશનુમાન વાતાવરણ થતા પ્રવાસની મજા બમણી થઈ ગઈ છે. માઉન્ટ આબુમાં માઈનસ ૩ ડીગ્રી જેટલું સવારનું તાપમાન નોંધાયું છે જેના કારણે મેદાનો અને વાહનો પર બરફના થર જામી ગયા છે. પક્ષીઓ માટે ઘરની બહાર રાખેલા પાણીના કુંડા પણ જામી ગયા છે. સનસેટ પોઈન્ટ, હનીમૂન પોઈનટ, શૂટિંગ પોઈન્ટ પર પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. કુદરતી વાતાવરણ ખિલતા લોકો નક્કી લેકમાં બોટિંગનો આનંદ માણી રહ્યા છે. બરફનો નજારો જોતા જ લોકો શિમલા જ ેવા વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે.
આ ઉપરાંત અરવલ્લી પર્વતમાળાના સૌથી ઊંચા ગુરુ શિખર, અચલગઢ, કુંભારવાડા સહિત અનેક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ગાઢ ધૂમ્મસના કારણે વાહનોની અવરજવરમાં પરેશાની ઊભી થઈ છે. ગુજરાતીઓનું સૌથી પ્રિય પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં આવી ઠંડીના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. જમ્મુ-કાશ્મીર કે હિમાચલ જવાની જરૂર વગર અહીં જ ગુલમર્ગ જેવું વાતાવરણ મળી રહ્યું છે.
પ્રવાસીઓ બોનફાયરની આસપાસ બેસીને ગરમ ચા-કોફીનો આંદન માણી રહ્યા છે, જ્યારે કેટલાક રફ જેવી પરત પર ચાલીને મજા કરી રહ્યા છે. સ્થાનિક હોટલ વ્યવસાયીઓના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી બુકીંગમાં પ૦ ટકાથી વધુ વધારો થયો છે. ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના પર્યટકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે, જેમાં સર્વાધિક ગુજરાતી પ્રવાસીઓ હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial