Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોજગાર મેળવવા માટે આવ્યા હોવાનું રટણઃ
જામનગર તા. ૫: જામનગરના પટેલ કોલોની વિસ્તારમાંથી પોલીસે બાંગ્લાદેશના બે શખ્સ અને ત્રણ મહિલાને દબોચી લીધા પછી શરૂ કરાયેલી પૂછપરછમાં આ વ્યક્તિઓ રોજીરોટી મેળવવા માટે ભારતમાં ઘૂસ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૧૧માં આવેલા ગુલામમયુદ્દીન અબ્દુલકરીમખાન ગાગદાણીના મકાનમાંથી એસઓજીએ ગયા સપ્તાહે બાંગ્લાદેશના વતની મહંમદગૌષ શેખ, મહંમદઆરીફ, જમીલા બેગમ, નઝમા બેગમ અને મુર્સીદા બેગમ નામના પાંચ વ્યક્તિને પકડી લીધા હતા. આ વ્યક્તિઓ વીઝા વગર ભારતમાં રહેતા હોવાનું ખૂલ્યું છે.
આ તમામની પૂછપરછમાં તેઓ રોજીરોટી મેળવવા માટે ભારતમાં આવ્યા પછી થોડા મહિનાઓ પહેલા જામનગર આવ્યા હતા અને તાજેતરમાં જ પાંચમી વ્યક્તિ અને ત્રીજી મહિલા આવી હતી. આ વ્યક્તિઓ પાસેથી બાંગ્લાદેશના ઓળખપત્રો મળી આવ્યા છે. વધુ પૂછપરછ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial