Advertisement
Author: નોબત સમાચાર

વોટર વર્કસના ઈજનેરનું કૌશલ્યઃ ઘી ડેમથી સંપ સુધી વીજળી વગર પાણી પહોંચાડવાનું આયોજન

ખંભાળીયા નગરપાલિકાના

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૫: ખંભાળીયા નગરપાલિકા વોટર વર્કસ શાખાના ઈજનેર એન.આર.નંદાણીયા દ્વારા ખંભાળીયા શહેરમાં પાણીની અછતની સ્થિતિમાં જ્યારે ઘી ડેમમાંથી પાણી લેવું પડે ત્યારે ડેમમાંથી પાણી ઘી ડેમ પાલિકા સંપ સુધી પહોંચાડવા મોટી ઈલેકટ્રીક મોટરોનો ખર્ચ તથા લાખોનું વીજ બીલ આવતુ હોય, તાજેતરમાં નલ સે જલ યોજનાના કામમાં ખંભાળીયા ફૂલવાડી વોટર વર્કસ સુધી ઘી ડેમથી લાઈનો પહોંચાડવાની સાથે ઘી ડેમમાંથી ફોર્સથી પાલિકા સંપ સુધી વગર મોટરે અને વીજળીએ પાણી પહોંચી જાય તેવી વ્યવસ્થા માટે આયોજન કર્યું છે. જેથી વીજળી ન હોય ત્યારે પણ પાણી વિતરણમાં ખલેલ ના પહોંચે. ડેમમાંથી મળી રહે. વીજબીલ પણ ના આવે.

આ ઉપરાંત પાલિકાનું ઘી ડેમ વોટર વર્કસ ખૂબજ ઉંચાઈ પર આવેલું હોય, ત્યાંથી ફૂલવાડી વોટર વર્કસના સંપ સુધી પણ કોઈ વીજળીના ઉપયોગ વગર પાણી પહોંચી જાય તેવું આયોજન પણ નલ સે જલ યોજનામાં કર્યું છે. જેથી આ બંને સ્થળે લાખો રૂપિયાના વીજ બીલનો બચાવ થવા સાથે વીજળી ના હોય ત્યારે પણ ઘી ડેમથી પાલિકા સંપમાં તથા પાલિકા ઘી ડેમ વોટર વર્કસ થી ફૂલવાડી વોટર વર્કસ સુધી પાણી પહોંચી શકે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh