Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના રામનગર વિસ્તારમાં દોઢ વર્ષ અગાઉ શરૂ થયેલ રસ્તાનું કામ હજી પણ અધૂરૂ!

કિસાન સંઘ પ્રમુખ તથા અગ્રણીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું:

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. પઃ ખંભાળિયા નજીક રામનગર વિસ્તારમાં લાંબા સમયથી રોડનું કામ અધુરૂ મૂકી દેવાયું હોય, આ બાબતે કિશાન સંઘ પ્રમુખ એમ.ડી. ચોપડા તથા આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું.

ખંભાળિયાના રામનગરમાં રામ મંદિરથી સેન્ટઝેવિયર્સ શાળા જતો રસ્તો ખોદીને તેના પર કાંકરા નંખાયા પછી દોઢેક વર્ષથી વધુ સમય થવા છતાં કામ પૂર્ણ નથી થયું. આ બાબતે અગાઉ સાંસદ તથા પૂર્વ મંત્રીને રજૂઆત કરતા તેમના તરફથી પણ આ કામને અગ્રતા આપવા જણાવેલ પણ હજુ પૂર્ણ થયું નથી.

શાળાએ જતા-આવતા વિદ્યાર્થીઓ તથા વાલીઓને વાહનો ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે તથા આ રસ્તા પર મોટા વાહનો દોડતા હોય, નજીકના ખેતરના ખેડૂતોના પાકને પણ ખૂબ નુક્સાન થાય છે તથા કાંકરાવાળા રસ્તા પર બળદગાડા કે ઢોરને પણ ચાલવામાં તકલીફ થતી હોય, દોઢ-બે વર્ષથી આવો રસ્તો બનવાનો અધુરો મૂકી દઈને લોકોને પરેશાન કરાતા હોય, તાકીદે કામ પૂર્ણ કરવા તથા કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરી બદલ પગલાં લેવાની પણ લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh