Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રસ્થાન પહેલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં પૂજાના કાર્યક્રમ સંપન્નઃ
પ્રતિવર્ષ રાજ્યમાં આંતર મહાનગરપાલિકા સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ભાવનગર મહાનગરપાલિકાના યજમાન પદે આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. જામનગરની મેયર ઈલેવન અને કમિશનર ઈલેવન આજ બપોર પછી ભાવનગર જવા રવાના થનાર છે. જામનગર મેયર ઈલેવનનો મેચ આવતીકાલ તા. ૬ ના વડોદરાની મેયર ઈલેવન સામે અને જામનગર કમિશનર ઈલેવનનો મેચ તા. ૭ ના યોજાનાર છે. આજે રવાના થતા પહેલા જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનની ચેમ્બરમાં પૂજા વિધિ કરવામાં આવી હતી, જેમાં મેયર ઈલેવન ટીમના મેનેજર અને ચેરમેન નિલેષ કગથરા મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, શાસક પક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, કમિશનર ડી.એન. મોદી, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર મુકેશ વરણવા, સિટી ઈજનેર ભાવેશ જાની, મેયર-કમિશનર ઈલેવનના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને બન્ને ટીમો વિજેતા બને તે માટે ભગવાન પાસે પ્રાર્થના-પૂજા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial