Advertisement
Author: નોબત સમાચાર

બાથરૂમમાં બેભાન બની ગયેલા યુવાનનું મૃત્યુઃ હોસ્પિટલમાં અજાણ્યા પ્રૌઢનું મોત

નપાણીયા ખીજડિયામાં યુવકને વીજ આંચકોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: લાલપુરના જોગવડ ગામના પાટીયા પાસે રહેતા એક યુવાન કોઈ રીતે બાથરૂમમાં બેભાન બની ગયા પછી મોતને શરણ થયા છે. જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવવા આવેલા શ્વાસની બીમારીના દર્દી બેભાન બન્યા પછી મૃત્યુ પામ્યા છે. કાલાવડના ખીજડિયામાં એક યુવાનને વીજ આંચકો ભરખી ગયો છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાલપુર તાલુકાના જોગવડ ગામના પાટીયા પાસે રહેતા જીવણભાઈ મૂળુભાઈ કારીયા નામના ૨૫ વર્ષના યુવાન ગયા મે મહિનાની ૮ તારીખે રાત્રે અગિયારેક વાગ્યે પોતાના ઘરે હતા. ત્યારે બાથરૂમમાં ગયા પછી ઘણા બધા સમય સુધી બહાર નહીં આવતા તેમના નાનાભાઈ દેવરાજભાઈ મૂળુભાઈએ બારણું ખખડાવ્યું હતું. તેમ છતાં જીવણભાઈએ બારણું ન ખોલતા દરવાજો તોડી નાખવામાં આવ્યો હતો. અંદર જઈને જોવામાં આવતા બાથરૂમમાંથી જીવણભાઈ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. આ યુવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓને મૃત્યુ પામેલા જાહેર કરાયા હતા. પોલીસે દેવરાજભાઈનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના પંડિત નહેરૂ માર્ગ પર આવેલી જી.જી. હોસ્પિટલમાં ૧૦ નંબરની ઓપીડી પાસે શનિવારે સવારે પીસ્તાલીસેક વર્ષની વયના એક પ્રૌઢ શ્વાસની બીમારીની સારવાર મેળવવા આવ્યા હતા જ્યાં તેઓ બેભાન બની ગયા હતા. આ વ્યક્તિને તપાસ્યા પછી  ઇમરજન્સી વોર્ડમાં ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કરતા સમાજસેવક હિતેશગીરી ગોસાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

કાલાવડ તાલુકાના ખીજડિયા ગામમાં રવિભાઈ રમેશભાઈ વાટલીયા (ઉ.વ.૩૩) નામના યુવાન રવિવારે સવારે ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે ઓરડીમાં હોલ્ડર રીપેર કરતા હતા ત્યારે કોઈ રીતે તેઓને વીજ આંચકો લાગતા તેમનું મૃત્યુ નિપજ્યું છે. પિતા રમેશભાઈ પરસોત્તમભાઈ વાટલીયાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh