Advertisement
Author: નોબત સમાચાર

લાંચની માંગના નોંધાયેલા ગુન્હામાં બેંકના બે અધિકારીની આગોતરા અરજી નામંજૂર

લોન તથા સબસિડી પાસ કરાવવા લાંચ મંગાયાનો આક્ષેપઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરના એક આસામી પાસેથી લોન તથા સબસિડી પાસ કરાવી આપવાની વાત કરી બેંકના બે ઓફિસરે એક શખ્સને રૂા.૪૦ હજાર લાંચ પેટે આપી દેવાની કરેલી માગણીનો ગુન્હો એસીબીએ નોંધ્યા પછી બંને બેંક ઓફિસરે આગોતરા જામીન માટે અરજી કરી હતી. અદાલતે તે અરજીઓ ફગાવી દીધી છે.

જામનગરના એક આસામીને પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન અપાવી દેવા અને તેની સબસિડી પણ મંજૂર કરી આપવા સામે જામનગરના રણજીત રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંકની શાખાના મેનેજર મનોહરપ્રસાદ ગણેશપ્રસાદ રોય તથા આ જ બેંકના અન્ય અધિકારી સંજય રાજકુમાર મીણાએ રૂા.૪૦ હજારની લાંચ માંગ્યાની થોડા દિવસ પહેલાં એસીબીમાં ફરિયાદ કરાઈ હતી.

એસીબીએ છટકુ ગોઠવ્યું હતું અને મનોહરપ્રસાદના કહેવાથી ગિરીશ અરશીભાઈ ગોજિયા નામનો શખ્સ મળવા આવ્યો હતો અને તેની સાથે ફોન પર વાત કરાઈ હતી. તે પછી ગિરીશ ગોજીયાને આ આસામી મળ્યા હતા. તે દરમિયાન ગિરીશને શક જતા તેણે લાંચની રકમ સ્વીકાર્યા વગર પોબારા ભણ્યા હતા. તેથી એસીબીએ સંજય મીણા, મનોહરપ્રસાદ રોય તથા ગિરીશ ગોજિયા સામે લાંચ માંગવાનો ગુન્હો નોંધ્યો હતો.

આ ગુન્હામાં બેંકના ઓફિસર મનોહરપ્રસાદ તથા સંજય મીણાએ આગોતરા જામીન મેળવવા જામનગરની સેશન્સ કોર્ટમાં અરજી કરતા અદાલતે સરકારી વકીલ હેમેન્દ્ર મહેતાની દલીલો ગ્રાહ્ય રાખી બંને આરોપીની અરજીઓ નકારી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh