Advertisement
Author: નોબત સમાચાર

મોમાઈનગરમાં પાઈપલાઈનના કામમાં ભ્રષ્ટાચારના મુદ્દે યુવક કોંગ્રેસનું આવેદન

ત્રણ ફૂટના બદલે એક ફૂટ ઊંડાઈએ પાઈપલાઈન બિછાવાઈ!

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરના મોમાઈનગરમાં પાણીની પાઈપલાઈનના કામમાં ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું છે, અને કડક પગલાં નહિં લેવાય તો આંદોલનની ચિમકી અપાઈ છે.

જામનગરના વોર્ડ નંબર બે ના મોમાઈનગર મેઈન રોડ પર નાખેલી પાણીની પાઈપલાઈનમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે ગત્ શનિવારે કોંગ્રેસ દ્વારા નાયબ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

શહેરના વોર્ડ નંબર બે મા આવેલા મોમાઈનગર મેઈન રોડપર હાલ સી.સી. રોડનું કામ ચાલુ છે. એ રોડના ખોદાણ કામ વખતે રોડની વચ્ચે પાણીની ડીઆઈ લાઈન નાખવામાં આવી છે. આ લાઈન આશરે ૬ થી ૮ મહિના પહેલા નાખેલી છે તેમ જાણવા મળેલ છે.

આ લાઈન નાખવાના નિયમ અનુસાર આ પાણીની લાઈન જમીનથી આશરે ત્રણ ફૂટ નીચે હોવી જોઈએ, પરંતુ આ પાઈપલાઈન જમીનથી માત્ર એક ફૂટી ઊંચી રાખેી છે. હાલ સીસી રોડનું કામ ચાલુ હોય, આ લાઈન માત્ર એક ફૂટ ઊંડી નાખેલી છે, જે સ્પષ્ટ જોવા મળે છે.

આ પાણીની લાઈનના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયેલ છે. આથી તાત્કાલિક ધોરણે આ પાણીની લાઈનનું સર્વે કરી નિયમ અનુસાર કામ કરાવવામાં આવે તથા જે કોન્ટ્રાક્ટરએ આ કામગીરીમાં ભ્રષ્ટાચાર કરેલ છે તે કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરી તેમની સાથે જોડાયેલા જે તે અધિકારીઓ સામે પણ કડક પગલાં લેવામાં વે.

જો આ કોન્ટ્રાક્ટર અને તેમાં સંડોવાયેલા અધિકારીઓને છાવરવામાં આવશે તો ના છૂટકે કમિશનર કચેરી સામે આંદોલન કરવામાં આવશે, તેવી યુવક કોંગ્રેસ જામનગર શહેરના પ્રમુખ મહિપાલસિંહ જાડેજાએ ચિમકી પણ આપી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh