Advertisement
Author: નોબત સમાચાર

મોરકંડા પાટીયા પાસે ઘોડીપાસા વડે જુગાર રમતા સાત પકડાયા

દિગ્વિજય પ્લોટ, ધરારનગરમાંથી ૧૨ પત્તાપ્રેમી ઝબ્બેઃ ક્રિકેટનો સટ્ટો પકડાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી છ શખ્સ ગંજીપાના કૂટતા ઝડપાયા છે. મોરકંડાના પાટીયા પાસેથી એલસીબીએ સાતને ઘોડીપાસા વડે જુગાર રમતા દબોચી લીધા છે. ધરારનગર-૧માંથી છ શખ્સ તીનપત્તી રમતા પકડાયા છે અને ગ્રેઈન માર્કેટ પાસેથી ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સની ધરપકડ કરાઈ છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નંબર ૪૯માં કામળિયાવાસ પાસે શનિવારે રાત્રે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા મહેશભાઈ બાબુલાલ કટારમલ ઉર્ફે મયુર, હુસેનભાઈ અલીભાઈ કથીરી, વિશાલ નરસીભાઇ ચૌહાણ, મહેન્દ્રસિંહ કરસનસિંહ જાડેજા, રાજેશ સવજીભાઈ ચૌહાણ તથા કિરીટસિંહ નારણજી જાડેજા નામના છ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂા.૧૦૨૦૦ કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના મોરકંડા પાટીયા પાસે ઘોડીપાસા વડે જુગાર રમાતો હોવાની બાતમી એલસીબીના અરજણભાઈ, ઘનશ્યામ ડેરવાડીયા, કિશોરભાઈને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી ગઈકાલે સાંજે એલસીબી સ્ટાફે ત્યાં દરોડો પાડતા જુનેદ જુસબ ખફી ઉર્ફે બોદીયો, મહેબુબ સતાર ચુડાસમા ઉર્ફે દાબેલી, ફિરોઝ ઈસ્માઈલ ઉન્નડ, યાસીન કાસમ ડોસાણી, અસલમ ગફાર નોઈડા, વસીમ કાસમ ખીરા, અફઝલ ઈકબાલ ખીરા નામના સાત શખ્સ ઝડપાઈ ગયા હતા. એલસીબીએ સાત મોબાઈલ, બે બાઈક, રૂા.૩૦૫૦૦ રોકડા મળી કુલ રૂા.૧,૯૦,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને તમામ સામે જુગારધારા હેઠળ પંચકોશી બી ડિવિઝનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જામનગરના ધરારનગર-૧ વિસ્તારમાં હુસેની ચોક પાસે ગઈકાલે બપોરે તીનપત્તી રમતા આરીફ ઉમર નાઈ, રાયમલ હાજી ધુધા, સલીમ મામદ કાયાણી, ઈમરાન ઈબ્રાહીમ ધુધા, અજીઝ કાસમ હાલેપોત્રા, અનીલશ અબ્બાસ જુણેજા નામના છ શખ્સને સિટી બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડીને દબોચી લીધા હતા. પટમાંથી રૂા.૧૪૯૯૦ કબજે કરાયા છે.

જામનગર શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી એક દુકાન પાસે ગઈકાલે સાંજે એક શખ્સ ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના સ્ટાફે પીઆઈ પી.પી. ઝાની સુચનાથી દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલી આકાશ પેકેઝીંગ નામની દુકાન પાસેથી આકાશ અતુલભાઈ ખગ્રામ નામનો શખ્સ મળી આવ્યો હતો.

આ શખ્સ પોતાના મોબાઈલમાં ઓસ્ટ્રેલીયામાં રમાતા બીગબેઝ લીગ ક્રિકેટના ગઈકાલના ટી-ટવેન્ટી મેચનો મોબાઈલમાં સ્કોર નીહાળી તેના પર જુગાર રમતો હતો. પોલીસે તેનો મોબાઈલ તથા રૂા.૨૪૧૦ રોકડા કબજે કરી લીધા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh