Advertisement
Author: નોબત સમાચાર

ચા-પાનની હોટલમાં નોકરી કરતા તરૂણને મુક્ત કરાવતી એએચટીયુ

દુકાનદાર સામે ગુન્હો રજીસ્ટર થયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરના રણજીતસાગર રોડ પર ચા-પાનની એક હોટલમાં કામ કરતા એક તરૂણને મુક્ત કરાવી એચટીયુની જામનગરની ટીમે આ દુકાનદાર સામે ગુન્હો નોંધાવ્યો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર ચા-પાનની એક હોટલમાં એક બાળકને નોકરી પર રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ ટીમ ધસી ગઈ હતી.

ત્યાં આવેલા યુવા પાર્ક સામે ખોડિયાર પાન એન્ડ હોટલ નામની હોટલમાંથી ૧૪ વર્ષનો એક તરૂણ ચા બનાવતો મળી આવ્યો હતો. આ બાળકને ત્યાંથી મુક્ત કરાવી પીઆઈ એ.એ. ખોખર તથા ટીમે દુકાનદાર ખીમલીયાના ભગવાનજી ડાયાભાઈ માટીયા સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh