Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા નજીક માયાસર તળાવ પાસે કુંજ પક્ષીની શિકારી ટોળકીનો એક ઝડપાયો

નવ કુંજ પક્ષીના શિકાર કર્યાની આપી કબૂલાતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: દ્વારકા તાલુકાના માયાસર તળાવ પાસે કુંજ પક્ષીનો શિકાર કરવામાં આવી રહ્યો છે તેવી બાતમીના આધારે ધસી ગયેલી વનવિભાગની ટીમે બુલેટ મોટરસાયકલ પર નાસેલા ત્રણ શિકારીનો પીછો પક્ડ્યા પછી એક શખ્સ ચાલુ મોટરસાયકલે ઉતરી જતા ઝડપાઈ ગયો છે. નાસી ગયેલા બેની શોધ કરાઈ રહી છે. ઝડપાયેલા આરોપીને જેલમાં ધકેલી દેવાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા માયાસર તળાવ વિસ્તારમાં કેટલાક શખ્સો કુંજ પક્ષીના શિકાર માટે આવી પહોંચ્યા છે તેવી વિગતો બાતમીદાર મારફત વનવિભાગ સુધી પહોંચતા જામનગર મરીન નેશનલ પાર્કના મુખ્ય વનસંરક્ષક આર. સેન્થીલકુમાર, નાયબ વનસંરક્ષક રવિ રાધાકૃષ્ણ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.

આ શિકારીઓની જુદી જુદી જગ્યાએ તલાશ કરતી ટૂકડીઓએ શનિવારે સવારે એક બુલેટ મોટરસાયકલ પર ત્રણ શખ્સને શંકાસ્પદ હિલચાલ કરતા જોઈ ઉભુ રહેવાનો ઈશારો કરતા આ બાઈક નાસી છૂટ્યું હતું. તેનો ફિલ્મી ઢબે પીછો કરાયા પછી રૂપેણ બંદર વિસ્તારમાંથી ઈબ્રાહીમ અકબર ભેંસલીયા નામનો શખ્સ ઝડપાઈ ગયો હતો.

આ શખ્સને માયાસર તળાવ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેણે શિકાર કરેલા કુંજ પક્ષીના નવ મૃતદેહ બતાવ્યા હતા. કુંજ પક્ષીનો શિકાર કરવાની મનાઈ હોવા છતાં તેણે પોતાના સાગરિતો સાથે મળી કુંજ પક્ષીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. વનવિભાગની ટીમે તમામ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને આરોપી સામે ગુન્હો નોંધી તેની ધરપકડ કરવા ઉપરાંત ગઈકાલે દ્વારકા કોર્ટમાં રજૂ કર્યાે હતો. કોર્ટે તેને જેલમાં ધકેલી દીધો છે. આ કામગીરીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન.પી. બેલા, પી.કે. પંડિત, એસ.જી. કણઝારીયા સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh