Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની સ્ટેન્ડીગ કમિટી દ્વારા ૧૫૫.૩૭ કરોડના વિકાસ કામોને મંજૂરી

નાઘેડી બાયપાસ પાસે ફ્લાયઓવર બ્રિજ બનાવવાનો સૈધાંતિક સ્વીકાર કરાયો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે રૂ.૧૫૫  કરોડ ૩૭ લાખના વિવિધ વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી. 

જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ૧૧ સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, નાયબ  કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઇજનેર ભાવેશ જાની, આસી. કમિશનર મુકેશ વરણવા અને ઈનચાર્જ આસી.કમિશનર (ટેક્ષ) જીગ્નેશ નિર્મળ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

જામનગર મહાનગર પાલિકાની જુદી-જુદી શાખાઓની આવેલ ડીમાન્ડ અન્વયે કોમ્પ્યુટર, પ્રિન્ટર, લેપટોપ, યુ.પી.એસ. વિગેરેની ખરીદી માટે કમિશનરની દરખાસ્ત અન્વયે રૂ.૧૩૧.૯૭ લાખ, જામનગર મહાનગર પાલિકાના હદ વિસ્તારમાં નવી મુસદારૂપ ટી.પી. સ્કીમ બનાવવા તથા ટોટલ સ્ટેશન સર્વે /ડીમાર્કેશનની કામગીરીની સમય મર્યાદા વધારવા તેમજ વધારાના ખર્ચ અંગે રૂ.૬૦ લાખ, જામનગર મહાનગરપાલિકાની લાઈટ શાખાની મેઈન્ટેનન્સ કામગીરી માટે ઈલેકટ્રીક આઈટમો ખરીદી કરવા વર્ષ ૨૦૨૫-૨૬ના વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ અન્વયે રૂ.૧૦ લાખ, જામનગર શહેરના સાઉથ ઝોન (વોર્ડ નં. ૧૩, ૧૪, ૧૫, ૧૬) હેઠળ સમાવિષ્ટ તથા વિસ્તારોમાં શહેરી હૈયાત અને કાર્યરત હોય તેવા ભૂગર્ભ ગટરના નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતિકરણ કરવાના કામના વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટમાં ખૂટતો ખર્ચ અન્વયે રૂ. ૨૨ લાખ, જામનગર શહેરના વેસ્ટ ઝોન (વોર્ડ નંબર ૬, ૭, ૮ ), હેઠળ સમાવિષ્ટ તથા વિસ્તારોમાં શહેરી હયાત અને કાર્યરત હોય તેવા ભૂગર્ભ ગટરના નેટવર્કના મજબૂતીકરણ અને વિસ્તૃતિકરણ માટે વાર્ષિક રૂપિયા ૧૩.૯૦ લાખ,  નોર્થ ઝોન (વોર્ડ નં. ૧,૨,૩,૪, ૫) હેઠળ સમાવિષ્ટ તથા વિસ્તારોમાં શહેરી હૈયાત અને કાર્યરત હોય તેવા ભુગર્ભ ગટરના નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતિકરણ કરવાના કામના વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટમાં ખૂટતો ખર્ચ અન્વયે રૂ.૨૯ લાખ, જામનગર શહેરના ઇસ્ટ ઝોન (વોર્ડ નં. ૯,૧૦,૧૧,૧૨) હેઠળ સમાવિષ્ટ તથા વિસ્તારોમાં શહેરી હૈયાત અને કાર્યરત હોય તેવા ભૂગર્ભ ગટરના નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતિકરણ કરવાના કામના વાર્ષિક રેઇટ કોન્ટ્રાકટમાં ખૂટતો ખર્ચ માટે રૂ. ૧૨.૫૦ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

વોર્ડ નં. ૪, નવાગામ ઘેડ, મધુરમ રેસીડેન્સીના આંતરિક રસ્તાની બંને બાજુ પેવર બ્લોકના કામ અંગે રૂ.૧૦.૧૭ લાખ,  સિવિલ ઈસ્ટ ઝોન વોર્ડ નં. ૧૧ ગુલાબનગર સતવારા સમાજ પાસે કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામ અંગે રૂ.૧૫ લાખ, સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર ગ્રોફેડ મીલ સુધીના ડી.પી. રોડ પર સી.સી. રોડ બનાવવા માટે રૂ.૨૪૧.૨૭ લાખ,  વોર્ડ નં. ૯, આણદાબાવા ચકલાથી હવેલી સુધી સી.સી. રોડ.ના  કામ અંગે રૂા.૫૭.૫૮ લાખ, સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતો માં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારી થી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ.૨૫૦ લાખ,  જામનગર શહેરના મુખ્ય તથા આંતરિક રસ્તાઓમાં થર્મોપ્લાસ્ટર પેઈન્ટ, રોડ-ફર્નીચર, સાઈનેજીસ તેમજ જંકશન/ક્રોસિંગ પ૨ના આઈલેન્ડ ડેવલોપ કરવાના કામ અંગે રૂ.૧૨૩.૯૦ લાખ.

સમર્પણ સર્કલથી વુલનમીલ નંદનિકેતન સ્કૂલ થઈ બેડી રોડ જંકશન સુધીના હયાત રસ્તાને ફોરલેન મુજબ વાઈડનીંગ કરી મેટલીંગ કરવાના કામે ટેન્ડર કલોઝ તથા રાજય સરકારના જી.આર. મુજબ પ્રાઈઝ એસ્કેલેશન અન્વયે રૂ.૬૩.૭૭ લાખ, જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૭ ખંભાળીયા રોડ પર સિવિક સેન્ટર બનાવવાના કામના વધારાના ખર્ચ અંગે રૂ.૫૯.૫૧ લાખ,

 જામનગર શહેરના ખંભાળીયા બાયપાસ જંકશન (નાઘેડી બાયપાસ જંકશન) પર ફલાયઓવર બ્રિજ બનાવવાના પ્રોજેકટને અન્વયે રૂ.૧૩૫.૭૦ કરોડની દરખાસ્તનો સૈધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.

બેડી અને મહાપ્રભુજીની બેઠક ઈ.એસ.આર. હેઠળ આવતા વિસ્તારોમાં વોટર ટેન્કરથી પાણી વિતરણ કરવાના કામ માટે રૂ.૫૬.૪૦ લાખ, સપ્લાઈગ ટેસ્ટીંગ એન્ડ કમીશનીંગ ઓફ ટુ નોસ ઓફ એનીમલ ક્રિમેટોરીયમ (એનીમલ ઇન્સીનરેશન પ્લાન્ટ (૫૦૦ કેજી/હર્સ ઈનટેક કેપેસીટી) ફોર બીગ એનીમલ્સ એન્ડ સ્મોલ એનીમલ્સ) ઇન્કલુડિંગ સિવિલ એન્ડ સ્ટ્રકચરલ, ફેબ્રીકેશન વર્ક ઓન ઈપીસી કોન્ટ્રાક્ટ બેઝ એસ પર ટેકનિકલ સ્પેશીફીકેશન ફોર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ.૬૨૨.૪૬ લાખ,  સ્વચ્છતા સર્વેક્ષણ તથા નિર્મળ ગુજરાત અંતર્ગત શહેરમાં સ્વચ્છતા અંગેની જન જાગૃતિ, પ્રચાર-પ્રસાર હેતુ ભીત ચિત્રો (વોલ પેઈન્ટીંગ) કરવાના કામ અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ.૮.૪૫ લાખ, અને ટી. પી. સ્કીમ નં. ૩/એ (જાડા) એફ. પી. નં. ૮૩, ૮૪, ૮૭, ૮૮ ખાતે નવી કમ્પાઉન્ડ વોલ અને ઓફિસ બનાવવાના કામ અંગે રૂ.૧૭૮.૭૬ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.

આ ઉપરાંત બે દરખાસ્તો અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવી હતી. જેમાં આગામી ૨૬ મી જાન્યુઆરીની ઉજવણી વોર્ડ નંબર ૬ વિસ્તારમાં કરવાનું નક્કી કરાયું હતું. જ્યારે ખબર દૈનિકને શૈક્ષણિક હેતુ માટે આગામી તારીખ ૧૭  ના રોજ ટાઉન હોલની ફાળવણી શૈક્ષણિક હેતુના આધારે આપવાનું  મંજુર કરાયું હતું.

આમ આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂપિયા ૧૫૫ કરોડ ૩૭  લાખના વિવિધ ખર્ચાઓને મંજૂરી આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh