Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રિમાસિક ગાળાની સહાય મેળવવા ૧૫ જાન્યુ સુધી ઓનલાઈન અરજી કરવી જરૂરીઃ
જામનગર તા. ૫: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ જામનગર જિલ્લાની ગૌશાળા- પાંજરાપોળ માટે સહાય મેળવવા અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ માટે આઈ-ખેડૂત પોર્ટલ-૨.૦ પર ૧૫ જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ૨૧ દિવસમાં સાધનિક કાગળો જમા કરાવવા અનિવાર્ય હોવાનું જણાવાયું છે.
રાજ્ય સરકાર દ્વારા ગૌવંશના જતન અને સંવર્ધન માટે અમલી 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના' હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે સહાય મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જામનગર જિલ્લાની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને ઓક્ટોબર-૨૦૨૫ થી ડિસેમ્બર-૨૦૨૫ ના ત્રિમાસિક ગાળાની સહાય મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ-૨.૦ પર ઓનલાઇન અરજી કરવા જણાવાયું છે.
આ યોજના હેઠળ ગાય અને ભેંસ વર્ગના પશુઓના નિભાવ માટે સહાય આપવામાં આવે છે. લાયકાત ધરાવતી સંસ્થાઓએ તારીખ ૦૧-૦૧-૨૬ થી ૧૫-૦૧-૨૬ દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ પર અચૂક અરજી કરવાની રહેશે. યોજનાના ઠરાવ, શરતો અને અન્ય વિગતો ગૌસેવા આયોગની સત્તાવાર વેબસાઇટ ખ્તટ્ઠેજીદૃટ્ઠ. ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર ઉપલબ્ધ છે.
અરજી પ્રક્રિયા અંગે સૂચના આપતા જામનગર જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામકશ્રીએ જણાવ્યું છે કે, લાભાર્થી સંસ્થાઓએ પોર્ટલ પર લોગઈન કરી અરજી નોંધ્યા બાદ તેને ફરજિયાતપણે 'સબમિટ' કરવાની રહેશે. માત્ર ડ્રાફ્ટ કે પેન્ડિંગ રાખેલી અરજીઓ માન્ય ગણાશે નહીં. ઓનલાઇન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ મેળવી, જરૂરી તમામ સાધનિક કાગળો બિડાણ કરી ૨૧ દિવસની અંદર નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયતની કચેરી ખાતે જમા કરાવવાની રહેશે.
ખાસ નોંધ લેવી કે, જો નિયત સમયમર્યાદામાં ઓનલાઇન અરજી કરવામાં નહીં આવે અથવા અરજી કર્યા બાદ દિન-૨૧માં જરૂરી દસ્તાવેજો કચેરીએ રજૂ નહીં કરવામાં આવે, તો તેવા કિસ્સામાં સંસ્થા સહાય મેળવવા પાત્ર રહેશે નહીં અને અરજી રદ ગણવામાં આવશે. જિલ્લાની તમામ પાત્રતા ધરાવતી ગૌશાળાઓ અને પાંજરાપોળને આ સમયમર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial