Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને આરોપીને જેલહવાલે કરવામાં આવ્યાઃ
જામનગર તા. ૫: જામનગરના હાપામાં રહેતા બે શખ્સને ચેક પરતના કેસમાં અદાલતે સજા ફટકાર્યા પછી બંને આરોપી નાસી ગયા હતા. તેઓને પોલીસે પકડી લઈ જેલમાં મોકલી આપવાની તજવીજ કરી છે.
જામનગરના હાપા નજીકના રામેશ્વર ટેનામેન્ટમાં રહેતા સુનિલ ભાવેશભાઈ નકુમ નામના શખ્સને ચેક પરતના કેસમાં પાંચેક મહિના પહેલાં અદાલતે છ મહિનાની કેદ ફટકારી હતી. ત્યારથી આ શખ્સ નાસતો ફરતો હતો. આ આરોપીને પંચકોશી એ ડિવિઝનના એએસઆઈ શોભરાજસિંહ તથા એસ.કે. જાડેજાની બાતમીના આધારે હાપા રેલવે સ્ટેશન રોડ પરથી પકડી લેવામાં આવ્યો છે.
હાપામાં વેલનાથ સોસાયટીમાં વસવાટ કરતા આનંદ વિજયભાઈ રણોલીયા નામના શખ્સ સામે પણ ચેક પરતની ફરિયાદ થઈ હતી. તેમાં અદાલતે તેને એક વર્ષની સજા ફટકારી હતી. આ આરોપી પણ છેલ્લા ત્રણેક મહિનાથી નાસતો ફરતો હતો. તેને હાપા પાસેથી દબોચી લેવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial