Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં પુત્રને ફેંકી માતાએ ત્રીજા માળેથી ઝંપલાવ્યું: પટકાઈ પડતા બંનેના થયા મૃત્યુ

સાસુએ પોતાના પુત્ર, પતિ સામે નોંધાવી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: દ્વારકામાં લાઈટ હાઉસમાં ત્રીજા માળેથી ગઈકાલે સાંજે એક મહિલાએ પોતાના છ વર્ષના પુત્રને ફેંકી દઈ જાતને પણ હવામાં ફગાવી હતી. નીચે પટકાયેલા માતા-પુત્રના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. પોલીસે મૃતકના સાસુનું નિવેદન નોંધ્યા પછી સાસુએ પોતાના જ પુત્ર તથા પતિ સામે પોલીસમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.

દ્વારકા શહેરમાં આવેલા લાઈટ હાઉસમાં ગઈકાલે દ્વારકાના સોયનાબેન મયુરભાઈ સોલંકી નામના મહિલા પોતાના છ વર્ષના પુત્ર મયંક સાથે પહોંચ્યા પછી આ મહિલાએ પોતાના પુત્ર મયંકને ત્રીજા માળેથી નીચે ફેંક્યા પછી પોતે પણ ઝંપલાવી લીધુ હતું.

ત્રીજા માળેથી પટકાઈ પડેલા મયંક તથા સોયનાબેનના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા હતા. આ વેળાએ થયેલા અવાજથી ત્યાં હાજર લોકો દોડી આવ્યા હતા. તેઓએ સોયનાબેન તથા મયંકને ચકાસતા બંને મોતને શરણ થયેલા જણાઈ આવ્યા હતા. બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બાબતની જીવીબેન મશરીભાઈ ગામીએ પોલીસને જાણ કરી છે. પોલીસે પુત્રની હત્યા કરવા અંગે માતા સોયનાબેન સામે ગુન્હો નોંધ્યો છે.

ત્યારપછી જીવીબેને મૃતક સોયનાબેનના પતિ મયુર મશરીભાઈ ગામી તથા સસરા મશરીભાઈ રામશીભાઈ ગામી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ઉપરોક્ત વ્યક્તિઓના ત્રાસથી સોયનાબેને આ પગલુ ભરી લીધુ છે. છેલ્લા નવ વર્ષથી મયુર પોતાની પત્ની સોયનાબેન તથા તેના પુત્રને જોતા ન હોવાથી સોયનાબેન વાજ આવી ગયા હતા. પોલીસે મયુર તથા તેના પિતા મશરીભાઈ સામે મરી જવા માટે મજબૂર કર્યાનો ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh