Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના એનસીસી કેડેટ અને આઈટીઆઈના તાલીમાર્થીની દિલ્હીમાં પ્રજાસત્તાક પરેડ માટે પસંદગી

નગરનું નામ નેશન સુધી રોશન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: પ્રજાસત્તાક પર્વે કર્તવ્ય પથ દિલ્હીમાં યોજાનારી પરેડ માટે ગૌરવવંતા જામનગરના એનસીસી કેડેટ સોમ બાંભવાની પસંદગી થઈ છે. જામનગર આઈ.ટી.આઈ.ના તાલીમાર્થી અને એનસીસી કેડેટની દિલ્હીમાં ૨૬મી જાન્યુઆરીની પરેડ માટે પસંદગી કરાઈ છે.

આગામી ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ના પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હીના ઐતિહાસિક કર્તવ્ય પથ પર યોજાનાર પરેડમાં જામનગરની આઈ.ટી.આઈ.ના તાલીમાર્થી અને એનસીસી કેડેટ બાંભવા સોમ વિરમભાઈની પસંદગી કરવામાં આવી છે.

આ સિદ્ધિ બદલ તેમણે સમગ્ર જામનગર જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. આઈ.ટી.આઈ. જામનગરના મિકેનિક મોટર વેહિકલ ટ્રેડમાં અભ્યાસ કરતા અને ૨૭-ગુજરાત બટાલિયન એનસીસી જામનગરના કેડેટ બાંભવા સોમની પસંદગી તેમની સખત મહેનત અને શિસ્તને આધારે થઈ છે.

આ ગૌરવવંતી પરેડમાં ભાગ લેવાની સાથે-સાથે તેમને રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાન દ્વારા આયોજિત ખાસ ભોજન સમારંભ માટે પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જે એક કેડેટ માટે સર્વોચ્ચ સન્માન સમાન છે. કેડેટ બાંભવા સોમને આ સ્તર સુધી પહોંચાડવા માટે ૨૭-ગુજરાત બટાલિયનના એનસીસી પી.આઈ. સ્ટાફ, સિનિયર કેડેટ્સ તથા લેફ્ટનન્ટ રમેશ જોષી દ્વારા અત્યંત સઘન તાલીમ આપવામાં આવી હતી.

આ સિદ્ધિ બદલ સંસ્થાના ટ્રેડ ઇન્સ્ટ્રકટર પવન ગઢવી, પ્રિન્સિપાલ આર. એસ. ત્રિવેદી, પ્રિન્સિપાલ જે. આર. શાહ તેમજ ૨૭-ગુજરાત બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ શોભા નાયર દ્વારા કેડેટ સોમને ઉષ્માભર્યા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh