Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લઘુતમ તાપમાન ૧૩ ડીગ્રીઃ ઠંડી યથાવત્

અડધા ડીગ્રીના ઘટાડા સાથે

                                                                                                                                                                                                      

જામનગર તા. પઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૩ ડીગ્રી નોંધાયું હતું, જેના પગલે ગઈકાલે પણ ઠંડી યથાવત્ રહી હતી.

ઉત્તર ભારતના પર્વતિય પ્રદેશોમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે તથા ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. કાતિલ ઠંડીથી લોકો ધ્રુજી ઊઠ્યા છે. પ્રજાજનોની હાડમારીમાં વધારો થયો છે.

જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ પડી રહી છે. તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યના અમુક ભાગોમાં તાપમાનનો પારો સિંગલ ડિઝિટમાં નોંધાતા ઠંડીનું મોજુ ફળી વળ્યું છે.

જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૩ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી. તાપમાનમાં થયેલા ઘટાડા અને પવનની ગતિ વધુ રહેતા ગઈકાલે સાંજથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી, અને રાતથી આજે વહેલી સવાર સુધી ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો.

નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં એક ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ર૬ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક વધીને ૭૬ ટકા રહ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh