Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકરસંક્રાંતિના સંદર્ભે જાહેરનામું:
જામનગર તા. ૩: જામનગર જિલ્લામાં ચાઈનીઝ દોરા તથા તુક્કલના ઉત્પાદન, ઉપયોગ તથા વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મકરસંક્રાંતિના તહેવારને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.
આગામી તા. ૧૪-૦૧-૨૬ના મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવનાર છે. મકરસંક્રાંતિ દરમિયાન જામનગર જિલ્લામાં લોકો દ્વારા બહોળા પ્રમાણમાં પતંગ ઉડાવે છે. પતંગના દોરાઓ સાથે પશુ-પંખીઓ ફસાઈને ઘાયલ થતા હોય છે. તેમજ ઓડિયો મેગ્નેટિક ટેપની મદદથી પાવર લાઈનની નજીક પતંગ ઉડાડતી વખતે જાહેર જનતા સાથે વિદ્યુત અકસ્માત થવાની પણ સંભાવના રહે છે.
પતંગ ઉડાડવાના હેતુથી ચાઈનીઝ તુક્કલ/ લેન્ટર્ન, ચાઈનીઝ માંઝા, કાચ કોટેડ દોરી, સિન્થેટિક કોટિંગવાળી દોરી, નાયલોન દોરી વગેરેના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તા. ૨૭-૧-૨૦૨૬ સુધી અમલી જાહેરનામા મુજબ, ચાયનીઝ તુક્કલ/લેન્ટર્ન, ચાયનીઝ માંઝા, કાચ કોટેડ દોરીનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કે ઉપયોગ કરી શકાશે નહીંતેમજ દોરી બનાવવા માટે પ્લાસ્ટીક, સીન્થેટીક કે ટોક્ષીક મટીરીયલનો ઉપયોગ કરી શકાશે નહીં. પતંગ ઉડાડવાની દોરીને લોખંડ પાવડર કે કાચથી કોટીંગ કરી શકાશે નહીં. મેટાલીક દોરાઓ, ઓડિઓ મેગ્નેટિક ટેપ તથા પ્લાસ્ટિક એર બલૂન કે જે વિદ્યુત વાહક છે તનો ઉપયોગ કરી શકાશે નહીં. કોઇ પણ ચીજ-વસ્તુ કે જે પતંગ ઉડાડવા વપરાશમાં આવતી હોય જેનાથી વિદ્યુત અકસ્માત થવાની કે પછી પશુ-પક્ષી અને માનવના જાન-માલને હાની થવાની સંભાવના હોય તેનો ઉપયોગ કરી શકાશે નહીં.
જાહેરનામા મુજબ પતંગ ઉડાડવાના હેતુથી ચોખાના લોટ, મેંદો, છોડ આધારિત ગુંદર અને અન્ય સમાન કુદરતી ઘટકોની મદદથી કાચના પાવડરનું કોટીંગ કરેલી ઓછી તિક્ષ્ણ-શક્તિ ધરાવતી કોટનની દોરી જે સંપૂર્ણપણે તૂટી શકે તેમ હોય અને પરંપરાગત પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવેલ હોય જેની બનાવટમાં તમામ બાયો-ડિગ્રેડેબલ ઘટકોનો ઉપયોગ કરવામાં આવેલ હોય તેવી દોરીનો ઉપયોગ કરી શકાશે. એવી દોરી કે જેના તમામ ઘટકો બાયો-ડિગ્રેડેબલ પદાર્થોના ઉપયોગથી બનેલ છે તેનો ઉપયોગ કરી શકાશે. કોટનની દોરી કે જેના કોટીંગ માટે ૧૦% થી વધુ કાચના પાવડરનો ઉપયોગ કરવામાં આવેલ છે. તેનો ઉપયોગ કરી શકાશે.
તદ્પરાંત ઉકાળેલા ચોખાનો સ્ટાર્ચ ૩૦%, મેંદો ૩૬%, કુદરતી ગુંદર અને રંગ ૨૪% કોટેડ સામગ્રીનો હોય શકે તથા કાચનો પાઉડર જે કોટીંગ પદાર્થનો ૧૦%, હોઇ શકે છે. પરંતુ તે કોટનના માંજાના ફૂલ વજનના ૦.૫% થી વધુ ન હોય તેવી કોટનની દોરી વાપરી શકાશે.
આ પ્રતિબંધોનો હેતુ માનવજીવન, પક્ષીઓ અને પ્રાણીઓની સુરક્ષા તથા પર્યાવરણનું રક્ષણ સુનિશ્ચિત કરવાનું છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ (ઈ.ચા.) એસ.એમ.કાથડ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial