Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા.૧૧૧ જેવો તોતિંગ વધારોઃ
જામનગર તા. ૫: નવા વર્ષની ભેટરૂપે સરકારી ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રૂા.૧૧૧ જેવો તોતિ/ગ વધારો કરી દેતા ઘરેલુ (ડોમેસ્ટિક) ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદે રીતે ગેસ કાઢી લેવાની પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્ત્વોને બખ્ખા થઈ પડશે તેવી ભીતિ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વ્યક્ત કરાઈ છે. સરકારી ઓઈલ માર્કેટીંગ કંપનીઓમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત ગેસ કંપની દ્વારા ઘરેલુ ગેસ વપરાશના સિલિન્ડર (બાટલા) ફક્ત ઘરવપરાશના ઉપયોગ માટે જ ગ્રાહકોને આપવામાં આવે છે.
હાલમાં ઘરેલુ ગેસ બાટલા વજન કિલો ૧૪-૨૦૦નો ભાવ રૂપિયા ૮૬૫-૫૦ પૈસા છે. અર્થાત એક કિલોના રૂા.૬૨ થાય, જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વજન ૧૯ કિલોનો નવો ભાવ રૂા.૧૭૨૨ જેવો થયો છે. અર્થાત એક કિલોના રૂા.૯૧ થાય છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને ઘરવપરાશ માટેના બાટલાના ભાવ વચ્ચે રૂા.૨૯ જેવો તફાવત રહે છે.
નામાંકિત અને પ્રતિષ્ઠિત હોટલોમાં કાયદેસરના કોમર્શિયલ ગેસ કનેકશન હોય છે અને તેઓ તો ગેસના બાટલાના ભાવ વધારો થતા ખાદ્ય ચીજો વસ્તુઓના મેનુમાં ભાવ વધારો કરી શકે છે પરંતુ નાની નાની હોટલ, ચાની લારી-ગલ્લા, ગાંઠીયા અને ભજીયાનો ધંધો કરતા નાના ધંધાર્થીઓને દેખીતી રીતે જ ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર ખરીદવા પરવડે નહી એટલે આવા ધંધાર્થીઓ ઘરેલુ ગેસના બાટલા ગમે તે રીતે ખરીદીને પોતાના ધંધા ચાલુ રાખતા હોય છે.
અમૂક પરિવારમાં સભ્યો એક-બે હોય અને ગેસ વપરાશ ઓછો હોય ત્યારે પોતાનો વધારાનો બાટલો દોસો-બસ્સો રૂપિયા વધારે લઈને ખાણીપીણીના ધંધાર્થીને વેચી નાખીને વધારાની આવક ઊભી કરી લેતા હોય છે. અમૂક છાપેલા કાટલા જેવા ગેસ ડિલિવરીમેનો, કેટલાક અસામાજિક તત્ત્વો સાથે મીલીભગત કરી ગ્રાહકોની જાણ બહાર ગેસના બાટલામાંથી ગેરકાયદે રીતે ગેસ રીફીલીંગ કરી બીજા ખાલી બાટલામાં ભરી કાળાબજારમાં નાના ધંધાર્થીઓને વેચી નાખવાની પ્રવૃત્તિ કરતા હોય છે. પોલીસ ખાતા દ્વારા અવારનવાર આવા અસામાજિક તત્ત્વોને અવાવરૂ અને નિર્જન સ્થળોએથી પકડી લેવામાં આવતા હોય છે.
કોમર્શિયલ અને ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટા તફાવતના કારણે ઘરેલુ ગેસ સિલિન્ડરના કાળાબજાર, તેમાંથી રીફીલીંગ દ્વારા ચોરી જેવી પ્રવૃત્તિને ઉતેજના મળે છે. આ વિષચક્ર જેવી સ્થિતિમાં સરકારે કાયમી ઉકેલ લાવવા ગ્રાહક સુરક્ષા મંડળે રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial