Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેડીબંદર રોડ પર આવેલી ઈમારતમાં
જામનગર તા. ૫: જામનગરના બેડીબંદર રોડ પર એક ઈમારતમાં આવેલી ૧૧૦૦ ફૂટ જગ્યા વર્ષાે પહેલાં ભાડે રાખવામાં આવ્યા પછી તેમાં કાર્યરત પેઢી અન્ય ઈમારતમાં ટ્રાન્સફર થઈ હતી તેથી મકાન માલિકે બંધ દુકાનનો કબજો પરત મેળવવા અદાલતમાં દાવો કર્યાે હતો. તે જગ્યા મકાન માલિકને સોંપવા હુકમ કરાયો છે.
જામનગરના બેડીબંદર રોડ પર દીપ ભવન પાસે મેપાણી મેન્સનવાળી જગ્યામાં વર્ષાે પહેલાં તાહેરાબાનુ નામના મહિલા પાસેથી રૂા.સાડા આઠસોના માસિક ભાડામાં રાખવામાં આવેલી જગ્યામાં જમનાદાસ રામજી નામની પેઢી શરૂ કરાઈ હતી. તે પછી અન્ય એક બિલ્ડીંગમાં ભાડુત પેઢીએ પોતાની જગ્યા ખરીદી હતી.
ત્યારપછી ભાડાવાળી જગ્યા બંધ હાલતમાં રાખવામાં આવતા મકાન માલિકે તે જગ્યા પરત મેળવવા અદાલતનો આશરો લીધો હતો. આ દાવામાં ભાડુતે ધંધાનો વિકાસ થતાં નવી ઓફિસ બનાવી છે, ભાડાવાળી જગ્યાનો વપરાશ ચાલુ છે તેવી દલીલ કરી હતી. તેની સામે મકાન માલિક દ્વારા રોકાયેલા વકીલોએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે ભાડાવાળી જગ્યા પરત સોંપી આપવાનો હુકમ કર્યાે છે. મકાન માલિક તરફથી વકીલ વી.પી. વારીયા, હિતેન ભટ્ટ, હેમાંશુ સોલંકી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial