Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા.૨૨ જાન્યુઆરીએ
ખંભાળિયા તા. ૫: લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિકકક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. દેવભૂમિ જિલ્લાનો જાન્યુઆરી માસનો સ્વાગત કાર્યક્રમ તા.૨૨-૧ના સવારે ૧૧ વાગ્યે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરી, ખંભાળિયામાં યોજાશે.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલા અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લાકક્ષાાએ અરજી કરેલી હોય અને તે અનિર્ણિત હોય તો અરજી કરી શકાશે. અરજદારે ગ્રામ, તાલુકા, જિલ્લાકક્ષાએ અરજી કરેલી હોવાના આધાર પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે. અરજીમાં મોબાઈલ નંબર અચૂક દર્શાવવાના રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લાકક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો રજૂ કરી શકાશે. અરજદાર જાતે આધાર પુરાવા સાથે પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. આ કાર્યક્રમમાં અજજદાર એક જ વિષયને લઈ રજૂઆત કરી શકશે. સામૂહિક રજૂઆતો કરી શકશે નહી. અરજદારો કચેરીમાં તા.૧૦-૧ સુધી પ્રશ્નો રજૂ કરી શકશે તેમ નાયબ કલેકટર, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial