Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના ખંઢેરા પાસે બસનું ગોથું: ૩૦ મુસાફર ઘવાયાઃ એપલ ગેઈટ પાસે અકસ્માતમાં તરૂણનું મૃત્યુ

નવા પુલ પાસે સ્કૂટરે સર્જેલા અકસ્માતમાં પ્રૌઢને ઈજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: કાલાવડના ખંઢેરા પાસે શનિવારે રાત્રે એસટીની એક બસ તેના ચાલકના કાબુ બહાર ગયા પછી ગોથું મારી ગઈ હતી. એક વૃદ્ધ સહિતના ૩૦ મુસાફરને નાની મોટી ઈજા થઈ છે. જ્યારે દરેડ જીઆઈડીસી પાસે બાઈક ચલાવીને જતા તરૂણને ટ્રકે ઠોકર મારતા આ તરૂણ મોતને શરણ થયા છે. ઉપરાંત સપ્તાહ પૂર્વે જનતાફાટક નજીક નવા પુલ પાસે અકસ્માતમાં એક પ્રૌઢને ઈજા થઈ છે.

કાલાવડ શહેરની શીતલા કોલોનીમાં રહેતા બાપલબા ઘોઘુભા જાડેજા સહિતના વ્યક્તિઓ શનિવારે સાંજે જુનાગઢથી જામનગર તરફ જતી જીજે-૧૮-ઝેડટી ૧૫૪૭ નંબરની એસટી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે કાલાવડ નજીકના ખંઢેરા ગામની ગોળાઈમાં આ બસના ચાલકે પુરપાટ ઝડપે અને બેફિકરાઈપૂર્વક ડ્રાઇવિંગ કરતા બસ ગોથું મારી ગઈ હતી.

આ અકસ્માતમાં બાપલભાને હાથમાં ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. જ્યારે અન્ય મુસાફરોને પણ નાની મોટી ઈજા થઈ હતી. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરના લાલપુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ વચ્ચે આવેલા દરેડ જીઆઇડીસી નજીકના એપલ ગેઈટ-૧ પાસેથી શનિવારે સાંજે ચારેક વાગ્યે રવિભાઈ નામના સાડા સત્તરેક વર્ષની વયના તરૂણ જીજે-૩-પીએલ ૬૭૩૦ નંબરનું મોટરસાયકલ ચલાવીને જતા હતા ત્યારે તેઓને જીજે-૩૭-ટી ૬૯૭૮ નંબરની ટ્રકના ચાલકે પાછળથી હડફેટે લીધા હતા.

રોડ પર પછડાયેલા આ તરૂણને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે ૧૦૮ મારફતે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ તરૂણનું મૃત્યુ નિપજ્યું છે. રાજકોટના ઉપલેટા તાલુકાના ગઢાબા ગામમાં રહેતા અતુલભાઈ ચનાભાઈ ઊંટડીયાએ ટ્રકના ચાલક સામે પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના મોહનનગર આવાસમાં રહેતા રાજેશભાઈ બાબુલાલ ચૌહાણ નામના ભોઈ પ્રૌઢ ગઈ તા.રપની સાંજે સાડા પાંચેક વાગ્યે જનતા ફાટકથી સાત રસ્તા તરફ જીજે-૧૦-સીપી ૬૧૦૩ નંબરના સ્કૂટરમાં જતા હતા ત્યારે એક અન્ય સ્કૂટર તેઓને ઠોકર મારીને નાસી ગયું હતું. ઈજા પામેલા રાજેશભાઈએ આ સ્કૂટરના ચાલક સામે પોલીસમાં ફરિયાદ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh