Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂા.ર૩,૯૮,૭૦૦ મેળવી ઠેંગો બતાવી દીધોઃ
જામનગર તા. ૫: જામનગરના એક આસામીને પોતાની કંપનીમાં રોકાણ કરવાનું કહી સવા વર્ષ પહેલાં અમદાવાદની એક યુવતી સહિતના ચાર વ્યક્તિએ એક હોટલના બેન્કવેટ હોલમાં યોજેલી બેઠકમાં કરેલી વાતોના આધારે ભોળવી લઈ રૂા.ર૩,૯૮,૭૦૦ મેળવી લીધા પછી ઠેંગો બતાવી દેતાં આ આસામીએ પોલીસમાં ફરિયાદ કરી છે.
જામનગરના સમર્પણ સર્કલ નજીક આવેલા અપૂર્વ એપાર્ટમેન્ટમાં રહેતા અને ચામુંડા રેફ્રીજરેશન નામની દુકાન ચલાવતા મયુરભાઈ કાંતિભાઈ ગોહેલ નામના લુહાર આસામીના સંપર્કમાં વર્ષ ૨૦૨૪ના સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદના કેટલાક વ્યક્તિઓ આવ્યા હતા.
આ વ્યક્તિઓએ પોતાની કંપનીમાં રોકાણ કરવાથી બમણો ફાયદો થઈ શકે છે તેમ સમજાવવા માટે સપ્ટેમ્બર મહિનામાં એક હોટલના હોલમાં બેઠક યોજી હતી. જેમાં મયુરભાઈ સહિતના વ્યક્તિઓ હાજર રહ્યા હતા. ત્યાં અમદાવાદના મનોજ પટેલ, હરીશ બારૈયા, પુજા રાવત, ભવ્ય પટેલ નામના ચાર વ્યક્તિએ પોતાની એક્સિસવર્ડ નામની પેઢીમાં રોકાણ કરવા અનુરોધ કર્યાે હતો.
આ વ્યક્તિઓની વાતોમાં આવી ગયેલા મયુરભાઈએ જુદા જુદા સમયે બેંક મારફત તથા આંગડીયાથી ઉપરોક્ત ચારેય વ્યક્તિને રૂા.ર૩,૯૮,૭૦૦ મોકલાવી આપ્યા હતા. તે પછી સવા વર્ષ વિત્યું હોવા છતાં કોઈપણ પ્રકારનું રિટર્ન ન આપવામાં આવતા મયુરભાઈને છેતરાઈ ગયાનો અહેસાસ થયો હતો. તેઓએ ગઈકાલે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારેય વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૩૧૬ (ર), ૫૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial