Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫રીક્ષાઓ શાંતિપૂર્વક માહોલમાં સંપન્નઃ
જામનગર તા. પઃ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજીત રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ ની લેખિત પરીક્ષા ગઈકાલે લેવામાં આવી હતી. જે શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
પરીક્ષા દરમિયાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમાનુસાર પરીક્ષા આપવામાં અડચણ થાય નહીં તે માટે જામનગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસ કાયદો-વ્યવસ્થા જળવાય રહે અને પરીક્ષા સુચારૂ રીતે પૂર્ણ થાય તે હેતુસર પરીક્ષા કેન્દ્રોની આસપાસના ઝેરોક્ષ સેન્ટર્સ અને કોપિયર મશીન પરીક્ષાના સમય દરમિયાન બંધ રહે, તેમજ પરીક્ષા કેન્દ્રો પર કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક સાધનો, કેલ્યુક્યુલેટર, ઈલેક્ટ્રોનિક વોચ અને અન્ય અનધિકૃત સાહિત્ય વિગેરે સાથે ના લઈ જાય તે માટે પ્રતિબંધાત્મક હુકમો ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લામાં નેશનલ હાઈસ્કૂલ આર.આર. શાહ હાઈસ્કૂલ, નંદન માધ્યમિક શાળા, એલ.જી. હરિયા સ્કૂલ, જેકુરબેન સોની કન્યા વિદ્યાલય, પ્રણામી હાઈસ્કૂલ, શિશુવિહાર હિન્દી હાઈસ્કૂલ, શ્રીમતી જી.એસ. મહેતા કન્યા વિદ્યાલય, ભવન્સ એ.કે. દોશી વિદ્યાલય, ડી.એસ. ગોજીયા વિદ્યાલય અને સત્યસાંઈ વિદ્યાલય મળી કુલ ૧૧ કેન્દ્રોની પરીક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પરીક્ષામાં કુલ ૨૫૨૭ ઉમેદવારો નોંધાયા હતાં. જેમાંથી ર૦૩પ હાજર અને ૪૯ર ઉમેદવારો ગેરહાજર રહ્યાં હતાં. ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા અને તમામ ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરાની નજર હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial