Advertisement
Author: નોબત સમાચાર

હાલાર સહિતના બાર કર્મચારીનું ડિવિઝનલ મેનેજર દ્વારા કરાયું સન્માન

રેલવે સેફટી માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજકોટ ડિવિઝનના

રાજકોટ તા. ૨ઃ રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના ૧ર કર્મચારીઓને રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વિનીકુમાર દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર કર્મચારીઓને ઓગષ્ટ અને સપ્ટેમ્બર-ર૦ર૩ મહિનામાં રેલવે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી માટે આપવામાં આવ્યો છે.

એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં મનોજ એ (ગેટ મેન ટ્રાફિક-રાજકોટ), શ્રી મોહમ્મદ તૌહીદ અસલમ (સ્ટેશન માસ્ટર-બાલા રોડ), યુસુફ એ. પરમાર (ફિટર - સુરેન્દ્રનગર), એસ.એસ. બરાસરા (સ્ટેશન સુપ્રિ. સિંધાવદર), સંજય મેર (ફિટર-રાજકોટ) પી.સી. મીના (સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ-વગાડિયા), અશોક કુમાર (સ્ટેશન માસ્ટર - ભાટેલ), આર.એલ. રામ (સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ-લખ્તર), રવિન્દ્ર કુમાર (સ્ટેશન માસ્ટર-મોડપુર), અભિષેક રંજન (ટ્રેન મેનેજર-રાજકોટ), વિકાસ શર્મા (પોઈન્ટ્સ મેચ-ચમારજ), સોહિત કુમાર (પોઈન્ટ્સ મેન-પીપલી), શિવશંકર ગુર્જર (સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ-ખંભાળીયા), પુરણસિંહ ગુર્જર (લોકો પાયલટ ગુડ્સ-સુરેન્દ્રનગર) અને ચંદ્રપ્રકાશ લાંબા (સ્ટેશન માસ્ટર-લખ્તરનો સમાવેશ થાય છે. તકેદારી અને સાવચેતી સાથે કામ કરીને ઉપરોકત રેલવે કર્મચારીઓએ સંભવિત રેલવે અકસ્માતોને રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે, જેમાં ટ્રેનોમાં અસામાન્ય અવાજ, સ્પાર્કિંગ જોવું, ધુમાડો જોવો, લટકતા ભાગોની નોંધ લેવી અને બ્રેક બ્લોક જામ જોવા જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. તેમની સતર્કતાને કારણે સંભવિત અકસ્માતો ટળી ગયા હતાં.

આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવઝનલ રેલવે મેનેજર ગોવિંદ પ્રસાદ સૈની, સિનિયર ડિવિઝનલ સેફટી ઓફિસર એન.આર. મીના, સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર રમેશ ચંદ મીણા અને સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર સંતોષકુમાર મિશ્રા ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh