Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ર૦ર૪ માં મોદી સરકારની વિદાય નિશ્ચિતઃ જયરામ રમેશ
નવી દિલ્હી તા. રઃ પહેલી નવેમ્બરથી થયેલા કેટલાક ફેરફારોના કારણે બેન્કીંગ વ્યવહારો, જીએસટી તથા વ્યાપાર-ઉદ્યોગના ક્ષેત્રે કેટલાક બદલાવ આવ્યા છે, તો બીજી તરફ કોમર્શિયલ એલપીજીમાં રૃા. ૧૦૩ જેટલો વધારો થતા તેની અસર અન્ય ઘણી ચીજવસ્તુઓ પર થશે. દિવાળી ટાણે જ આ વધારો થતાં મોંઘવારીનો વિસ્ફોટ થશે. આ મુદ્દે કોંગ્રેસે મોદી સરકાર પર તડાપીટ બોલાવી છે, અને કહ્યું છે કે, વર્ષ ર૦ર૪ ની ચૂંટણી પછી મોદી સરકારની વિદાય નિશ્ચિત છે.
કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે કહ્યું છે કે ડુંગળીના ભાવ ૯૦ ટકા વધ્યા છે. દાળ અને ખાંડના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. એલપીજીના કોમર્શિયલ સિલિન્ડરના ભાવોમાં વધારો થતા તહેવારોના સમયે જ મોંઘવારીના ડામથી મોદી સરકારે લોકોને દઝાડ્યા છે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવો સતત વધી રહ્યા છે, જેના સંદર્ભે કોંગ્રેસે મોદી સરકારને ઘેરી છે.
વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનને બહુમતી મળશે તો ફૂગાવાના સંદર્ભિત પોલિસીમાં ફેરફાર કરાશે, જેથી મોંઘવારી ઘટશે અને લોકોને રાહત થશે. કોંગ્રેસે કહ્યું છે કે વર્ષ ર૦ર૪ ની ચૂંટણી પછી મોદી સરકારની વિદાય નક્કી જ છે અને તે પછી ઈન્ડિયા ગઠબંધનની સરકાર રચાશે.
આ પહેલા કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરમાં રૃા. ર૦૯ નો વધારો કરાયો હતો, અને એક મહિનામાં જ વધુ રૃા. ૧૦૩ નો વધારો થતા એક જ મહિનામાં એલપીજી કોમર્શિયલ સિલિન્ડર લગભગ ૩૧૦ રૃપિયા મોંઘુ થઈ ગયું છે, જો કે વિમાનના ઈંધણના ભાવોમાં ઘટાડો કરાયો છે.
પહેલી નવેમબરથી થયેલા અન્ય કેટલાક ફેરફારોની અસર વ્યાપાર, ઉદ્યોગ, જીએસટી ફેક્ટર તથા બેન્કીંગ વ્યવહારોમાં થશે. હવે ૧૦૦ કરોડ કે તેથી વધુ બિઝનેસ કરનારાઓએ મહિનામાં જીએસટી ચલણ અપલોડ કરાવવું પડશે.
આ પહેલા એપ્રિલ ર૦ર૩ માં સૌથી વધુ ૧.૮૭ લાખ કરોડનું જીએસટી કલેક્શન નોંધાયું હતું, તે પછી ઓક્ટોબર ર૦ર૩ માં ૧.૭ર લાખ કરોડનું જીએસટી કલેક્શન નોંધાયું છે, ત્યારે હવે પ્રજાને લૂંટવાના બદલે રાહત આપવાનું વિચારાય, તે અત્યંત જરૃરી હોવાના પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial