Advertisement
Author: નોબત સમાચાર

ખારાબેરાજાના બંધારા ડેમ પાસે જઈ સરકારી કર્મચારીએ ખાઈ લીધો ફાંસો

એકલવાયા જીવનથી કંટાળી યુવકની આત્મહત્યાઃ

જામનગર તા. ૨ઃ જામનગરના ક્ષાર અંકુશ પેટાવિભાગમાં ફરજ બજાવતા એક પ્રૌઢ પોતાના ઘરેથી નીકળી ગયા પછી તેઓએ ખારાબેરાજા નજીક બંધારા ડેમ પાસે જઈ ઝાડમાં ગળાટૂંપો ખાઈ જિંદગી ટૂંકાવી છે. જ્યારે ઓખામંડળના સુરજકરાડીમાં એકલવાયું જીવન જીવતા યુવાને ગળાફાંસો ખાઈ લીધો છે.

જામનગરના મેહુલનગર વિસ્તારમાં આવેલા પ્રગતિ પાર્ક-૨માં શ્રી પેલેસ એપાર્ટમેન્ટમાં ફલેટ નં.૧૦૩માં રહેતા અને જામનગરની ક્ષાર અંકુશ પેટા વિભાગની કચેરીમાં ફરજ બજાવતા જયસુખભાઈ વેલજીભાઈ કાનાણી નામના ચોપ્પન વર્ષના પટેલ પ્રૌઢ મંગળવારે પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હતા.

તેઓની પરિવારજનોએ શોધ શરૃ કર્યા પછી જયસુખભાઈ જામનગર તાલુકાના ખારાબેરાજા ગામ પાસે બંધારા ડેમ નજીક પહોંચ્યાની જાણકારી મળતા પરિવારજનો ત્યાં દોડી ગયા હતા. આ સ્થળે આવેલા એક ઝાડની ડાળીમાં જયસુખભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.

આ પ્રૌઢે પોતાના જ શર્ટ વડે ડાળીમાં ગાળીયો પરોવી કોઈ અકળ કારણથી ગળાટંૂપો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો. તેમના મોટાભાઈ અમૃતલાલ કાનાણીએ પોલીસને જાણ કરી છે. બેડી મરીન પોલીસ સ્ટેશનના જમાદાર એસ.કે. જાડેજાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ શરૃ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા સુરજકરાડીના ઉદ્યોગનગરમાં રહેતા કપિલભાઈ ભીખુભાઈ ઢાયાણી નામના ચોત્રીસ વર્ષના ખારવા યુવાને મંગળવારે પોતાના ઘરમાં પંખામાં શર્ટ તથા દુપટ્ટા વડે ગાળીયો પરોવી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં તેમના મોટા ભાઈ રમેશભાઈ ઢાયાણીએ પોલીસને જાણ કરી છે.

આ યુવાનના પત્ની તથા બાળકો કેટલાક સમયથી જામનગર અલગ રહેવા જતા રહ્યા હોય કપિલભાઈ સુરજકરાડીમાં એકલવાયુ જીવન જીવતા હતા. તેનાથી કંટાળી આ યુવાને આત્મહત્યા વ્હોરી હોવાનું રમેશભાઈએ પોલીસ સમક્ષ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh