Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ ક્ષેત્રોના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્યઃ
ભાટિયા તા. ૨ઃ ભાટિયાના વર્ષો જુના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે મહિલા સત્સંગ મંડળો તથા દરેક સમાજના બહેનો માટે શરદપૂનમના દિવસે સામાજિક અગ્રણી નિલેશ કાનાણીના માર્ગદર્શન હેઠળ ઉજવાયેલા શરદોત્સવનો પ્રારંભ દીપપ્રાગટ્ય દ્વારા કરાયો હતો અને મોડી રાત સુધી રાસ-ગરબા રમાયા હતાં.
ભાટિયાના વર્ષો જુના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે શરદ પૂનમ નિમિત્તે ગામના અલગ-અલગ વિસ્તારોના મહિલા સત્સંગ મંડળો તેમજ દરેક સમાજના બહેનો માટે રાસ-ગરબા શરદ પૂનમ ઉત્સવનું સુંદર આયોજન ભાટિયાના સામાજિક આગેવાન નિલેશભાઈ કાનાણીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં રાસ-ગરબા રમવાનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ-દીકરીઓ મોડી રાત્રિ સુધી રાસ-ગરબામાં જોડાયા હતાં.
આ શરદ મહોત્સવનો દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ બારાડી વિસ્તારના અગ્રણી ઉદ્યોગપતિ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ), પી.એસ.આઈ. ઉષાબેન અખેડ, ગ્રામ પંચાયતના સરપંચ કુંવરબેન વી. ચાવડા, સતવારા સમાજના અગ્રણી ડી.એલ. પરમાર, જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરિયા, સે.સ. મંડળીના પૂર્વ પ્રમુખ વેલાભાઈ નકુમ, કેળવણી મંડળના ટ્રસ્ટી નારણદાસ કાનાણી, બ્રહ્માકુમારીના બસંતીબેન, બ્રહ્મસમાજના પ્રમુખ હિતેષભાઈ ભોગાયતા, મુરલીધર ગૌશાળાના પ્રમુખ પરેશભાઈ દાવડા, સોની સમાજના પ્રમુખ નટુભાઈ સોની, વેપારી આગેવાન દિલીપભાઈ સામાણી, ડો. ભાવિન પાબારી, કાર્યક્રમના સંયોજકો નિલેશભાઈ કાનાણી, ખીમાભાઈ ચાવડા વિગેરે આગેવાનોના વરદ્ હસ્તે કરાયો હતો.
આ મહોત્સવમાં કેજીબીવીની દીકરીઓએ રાસ-ગરબાનું ભારે આકર્ષણ જગાવ્યું હતું. જે દીકરીઓને આગેવાનોએ પ્રોત્સાહિત કરી હતી. મંદિરના પૂજારી પ્રજ્ઞાબેન દવેએ આભાર વ્યક્ત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial