Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત

રાજ્યમંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લાપ્રમુખ રમેશભાઈ મુંગરા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા, બ્રીજરાજસિંહની જહેમત ફળી

જામનગર તા. રઃ કેન્દ્ર અને રાજ્ય સરકારની કૃષિ વિષયક નિતીઓ અને યોજનાઓ દ્વારા ખેડૂતોને મળતા સીધા લાભને કારણે સહકારી ક્ષેત્રમાં ભાજપ અગ્રેસર રહ્યો છે. તાજેતરમાં જામનગર જિલ્લાના જામજોધપુર અને ધ્રોલ માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાયેલ જેમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે.

જામજોધપુર માર્કેટ યાર્ડમાં તેલીબીયા વિભાગમાં કિશોરસિંહ બનેસંગ જાડેજા તથા બ્રિજરાજસિંહ હેમતસિંહ જાડેજા (પૂર્વ ધારાસભ્ય) બીનહરીફ જાહેર થયેલ જ્યારે વેપારી વિભાગની તમામ સીટોમાં ભાજપ વિજેતા થયેલ જેમાં ચીમનભાઈ ધરમશીભાઈ શાપરીયા (પૂર્વ કેબીનેટ મંત્રી), ચીમનભાઈ હરજીવનભાઈ આશાપી જયસુખભાઈ મોહનભાઈ વડાલીયા, નરેન્દ્રભાઈ ગોપાલભાઈ કડીવાર, જયારે ખેડૂત વિભાગમાં શિવરાજસિંહ બ્રિજરાજસિંહ જાડેજા, અતુલસિંહ જાડેજા, દેવાભાઈ પરમાર, કિશોરસિંહ શક્તિસિંહ જાડેજા, તથા રાજુભાઈ કાલરીયા વિજેતા જાહેર થયેલ છે અને કુલ ૧૬ બેઠકોમાંથી ૧૧ બેઠકો પર ભાજપ પેનલનો વિજય થયો છે.

જ્યારે ધ્રોલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપની પેનલ સામે કોઈ ફોર્મ ન આવતા સમગ્ર પેનલ બીનહરીફ ચૂંટાયેલા જાહેર થયેલ છે. જેમાં ખરીદ વેચાણ વિભાગમાં રસીકભાઈ કેશાભાઈ ભંડેરી, હરેશભાઈ નાગજીભાઈ પીપરીયા, વેપારી વિભાગના પરસોતમભાઈ દેવાભાઈ પીપરીયા, મહેશભાઈ રમેશભાઈ ચીખલીયા, કુંવરજીભાઈ છગનભાઈ અઘેરા, જયસુખભાઈ નારણભાઈ ધમસાણીયા અને ખેડૂત વિભાગમાં રમેશભાઈ ગોવિંદભાઈ ભંડેરી, યોગેશભાઈ રામજીભાઈ ચભાડીયા, હંસરાજભાઈ ઠાકરશીભાઈ પાદરીયા, નવલભાઈ ડાયાભાઈ મુંગરા, મગનભાઈ નરશીભાઈ રત્નાણી તથા મયુરસિંહ સાહેબસિંહ જાડેજા, દેવકરણભાઈ જેઠાભાઈ ભાલોડીયા, કરશનભાઈ વિરજીભાઈ ગડારા, વશરામભાઈ ભગાભાઈ શિયાર, ગજરાબા સતુભા ઉર્ફે છત્રસિંહ જાડેજા વિજેતા જાહેર થયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh