Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ તથા મોબાઈલ કરી લેવાયા ઝબ્બેઃ
જામનગર તા. ૨ઃ જામનગરના દિ. પ્લોટ વિસ્તારમાં જાહેરમાં ઉભા રહી મોબાઈલમાં વોટ્સએપ પર ચેટ કરી ક્રિકેટનો સટ્ટો રમતા રાજકોટના શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. તેની સાથે ચેટ કરી સટ્ટો રમતા ત્રણના નામ ખૂલ્યા છે. પોલીસે મોબાઈલ, રોકડ સહિત રૃા.૧પ,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૧૭ના ખૂણા પાસે ઉભો રહી એક શખ્સ પોતાના મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમી મળતા ગઈકાલે સાંજે સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે ત્યાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી રાજકોટના રૈયા રોડ પર હનુમાનમઢી પાસે રહેતો જીતેન્દ્ર નારણભાઈ બારડ નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સ પોતાના મોબાઈલમાં એક એપ પરથી ગઈકાલની ક્રિકેટના વિશ્વકપની ન્યુઝીલેન્ડ તથા સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે રમાતા મેચ પર સટ્ટો રમતો જોવા મળ્યો હતો.
આ શખ્સનો મોબાઈલ તથા રૃા.૧૦,૧૦૦ રોકડા પોલીસે કબજે કર્યા છે. આ શખ્સ વોટ્સએપ પર ચેટ કરી સટ્ટો રમતો હતો તેની સાથે ચેટ પર સટ્ટો રમી રહેલા લાલા, અમિત ઠકકર તથા અશોકભાઈ નામના શખ્સોના મોબાઈલ નંબર પોલીસને મળ્યા છે. ચારેય સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial