Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ર૭ ઓક્ટોબરથી ૯ ડિસેમ્બર સુધી
ખંભાળિયા તા. રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષો સાથે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-ર૦ર૪ અન્વયે બેઠક યોજાઈ હતી.
હાલમાં તા. ર૭-૧૦-ર૦ર૩ થી ૯-૧ર-ર૦ર૩ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-ર૦ર૪ નું આયોજન કરવામાં આવેલ છે. આગામી તા. પ-૧૧-ર૦ર૩ (રવિવાર), તા. ર૬-૧૧-ર૦ર૩ (રવિવાર), તા. ર-૧ર-ર૦ર૩ (શનિવાર) અને તા. ૩-૧ર-ર૦ર૩ (રવિવાર) ના ખાસ ઝુંબેશના દિવસોના રોજ જિલ્લાના તમામ મતદાન મથકોએ તા. ૧-૧-ર૦ર૪ ની લાયકાતની તારીખ સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે.
જેમાં લાયકાત ધરાવનાર કોઈ નાગરિકનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં ૧૮ થી ૧૯ વર્ષની વય ધરાવતા હોય તેવા નાગરિકોના નામ નોંધણી કે ઉમેરવાના બાકી હોય તેઓને માટે આ ઝુંબેશ મહત્ત્વની રહેશે. નાગરિકો સરળતાથી પોતાના નામની નોંધણી કરાવી શકશે. તા. ૧-૧૦-ર૦ર૪ સુધીમાં ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા વ્યક્તિઓ પણ મતદારયાદીમાં નામ નોંધણી માટે ફોર્મ નં. ૬ ભરી શકશે. આગામી સમયમાં જ્યારે તેઓને ૧૮ વર્ષ પૂર્ણ થશે ત્યારે તેનો નિર્ણય કરવામાં આવશે. ત્યારપછી તેઓનું નામ મતદારયાદીમાં દાખલ કરવામાં આવશે.
જિલ્લામાં હાલ કુલ પ,૯૦,૭પ૭ મતદારો છે. જિલ્લાનો જેન્ડર રેશિયો ૯૪૬ તેમજ ઈપી રેશિયો ૭૦.ર૦ ટકા છે.
આ કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશોના દિવસોએ સવારે ૧૦ થી પ કલાક સુધી જિલ્લાના તમામ વિધાનસભા મત વિભાગમાં પ્રત્યેક મતદાન મથકોમાં બૂથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે. જ્યાં મતદારયાદીની વિગતો ચકાસી શકાશે તેમજ મતદારયાદીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકાશે.
આ ઝુંબેશ દરમિયાન નીચે મુજબના ફોર્મસ ભરી શકાશે, જેવા કે પ્રથમ વખત મતદાર તરીકે નોંધણી કરવા માટે ફોર્મ નં.૬ (જરૃરી પુરાવાઓઃ ૧ ઉંમરનો પુરાવો (કોઈપણ એક) જેવા કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મ નોંધણી પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, ધોરણ ૧૦ કે ૧ર ની માર્કશીટ કે જેમાં જન્મ તારીખ દર્શાવેલ હોય, ભારતીય પાસપોર્ટ, અન્ય કોઈ એવો પુરાવો કે જેમાં જન્મ તારીખ દર્શાવેલ હોય. ર. રહેઠાણનો પુરાવો ૩. મોબાઈલ નંબર ૪. આધાર કાર્ડ નામ કમી કરવા (મૃત્યુના કિસ્સામાં, અન્ય દેશની નાગરિક્તા મેળવ્યાના કિસ્સામાં) ફોર્મ નં. ૭ (જરૃરી પુરાવાઓઃ મરણનું પ્રમાણપત્ર (મરણના કિસ્સામાં) રહેઠાણ બદલવાના કિસ્સામાં/મતદારયાદીમાં વિગતો સુધારવા/ઈપીઆઈસી બદલવા/પીડબલ્યુડી (દિવ્યાંગ મતદાર) તરીકે નોંધ કરાવવા ફોર્મ નં. ૮ (જરૃરી પુરાવાઃ જે વિગત સુધારવી હોય તેનો પુરાવો, તાજેતરનો ફોટો (ફોટો બદલવાના કિસ્સામાં)
વધુમાં મતદારોને જણાવવાનું કે કોઈનું અવસાન થયું હોય તો તે મતદારના નામ કમીની અરજી દ્વારા માત્ર મતદારયાદીમાંથી નામની કમી થશે. મૃતયુ પામેલ વ્યક્તિના અન્ય ડોક્યુમેન્ટ્સ (જેવા કે રાશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે) માં કોઈ અસર થશે નહીં. આ ઉપરાંત જો કોઈ મતદાર ઓનલાઈન ફોર્મ ભરવા માંગે તો વોટર ઓનલાઈન એપ્લીકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરી અરજી કરી શકાશે. આ ઉપરાંત ુુુ.ર્દૃંીર્િૅિંટ્ઠઙ્મ.ીષ્ઠૈ.ર્ખ્તદૃ.ૈહ અને ર્દૃંીજિ.ીષ્ઠૈ.ર્ખ્તદૃ.ૈહ વેબસાઈટ પર સરળતાથી ફોર્મ ભરી શકે છે. જેમાં તેઓએ જરૃરિયાત મુજબના સ્વયં પ્રમાણિત પુરાવા અપલોડ કરવાના રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial