Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે સવારે ૧૦ થી ૬ વાગ્યા દરમ્યાન
જામનગર તા. રઃ જાહેર ક્ષેત્રની ઉત્કૃષ્ટ બેંક અને પ્રથમ સંપૂર્ણ સ્વદેશી ભારતીય બેંક એવી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ક્ષેત્રિય કાર્યાલય, જામનગર દ્વારા આવતીકાલ તા. ૩-૧૧-ર૩ (શુક્રવાર)ના સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા દરમ્યાન મેગા લોન મેળાનું આયોજન તળાવની પાળ, ગેઈટ નંબર ર, લાખોટા તળાવ, જામનગરમાં કરવામાં આવ્યું છે.
મેળામાં ગ્રાહકોની જરૃરિયાત મુજબ વિવિધ પ્રકારની લોન ઉપલબ્ધ છે જેમ કે બિઝનેસ લોન, ડોકટર લોન (ડોકટરના વ્યવસાયને લગતા ક્લિનિક, હોસ્પિટલ, ક્લિનીકલ મશીન માટે), હોમ લોન, વાહન લોન, ગોલ્ડ લોન, કૃષિ લોન, શિક્ષણ લોન એન તમામ પ્રકારની લોન સરળ પ્રક્રિયા દ્વારા ઉપલબ્ધ છે. તાત્કાલિક સૈદ્ધાંતિક મંજુરી સ્થળ પર જ આપવામાં આવશે. મેળાની મુલાકાત લઈને, ગ્રાહકો દિવાળીના અવસર પર બેંક દ્વારા ઓફર કરવામાં આવતી શૂન્ય પ્રોસેસિંગ ફી અને ઓછા વ્યાજ દરની સેવાઓનો લાભ લઈ શકે છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર ક્ષેત્રની મુખ્ય બેંકોમાંની એક છે જેની સ્થાપના વર્ષ ૧૯૧૧ માં સર સોરાબજી પોચખાનવાલા દ્વારા કરવામાં આવી હતી અને જામનગરની મુખ્ય શાખા પણ તેમણે શ્રી જામસાહબ સાથે વર્ષ ૧૯ર૮ માં શરૃ કરી હતી. અન્ય કોઈપણ માહિતી માટે તમે બેંકની નજીકની શાખાનો સંપર્ક કરી શકો છો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial