Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાને
જામનગર તા. ર જામનગર મહાનગરપાલિકાની એડવાન્સ વેરા વળતર યોજનાને સારો પ્રતિસાદ મળ્યો છે. તા. ૧-૧૦-ર૦ર૩ થી તા. ૩૦-૧૦-ર૦ર૩ સુધી કુલ ૯૦૭૩ આસામીઓએ એડવાન્સ વળતર યોજનાનો લાભ મેળવેલ છે. જેમાં મિલકતવેરા પેટે રૃા. ૬.૬૮ કરોડ અને વોટર ચાર્જ પેટે રૃા. ૭૦.૮૩ લાખની આવક મહાપાલિકાને થવા પામી છે, અને ૪પ.૦૧ લાખનું રિબેટ આપવામાં આવ્યું છે.
આ યોજના અન્વયે મિલકતવેરાથી ૬૮પ૦ લાભાર્થીઓએ રૃા. ૪૧.૦૩ લાખ તથા વોટર ચાર્જમાં રરર૩ લાભાર્થીઓને રૃા. ૩.૩૯ લાખ રિબેટ મેળ્વયું છે.
જ્યારે તા. ૧૦-૭-ર૦ર૩ થી તા. ર૩-૮-ર૦ર૩ સુધીની પ્રથમ વખતની યોજનામાં ૬૧,૪૪૦ આસામીઓએ એડવાન્સ વેરા વળતર યોજનાનો લાભ મેળવેલ છે. જેમાં મિલકત વેરા પેટે રૃા. ર૪.૯૪ કરોડ અને વોટર ચાર્જ પેટે રૃા. ૩.૬પ કરોડ પ્રાપ્ત થયા છે, અને રૃા. ર.૬૩ કરોડનું રીબેટ આપવામાં આવ્યું છે.
આ યોજના અન્વયે મિલકત વેરામાં ૪૧,૧૭૦ લાભાર્થીઓએ રૃા.ર.ર૩ કરોડ તથા વોટર ચાર્જમાં ર૦,ર૬૪ લાભાર્થીઓએ રૃા. ૪૦.૬૦ લાખનું રિબેટ મેળવ્યું છે.
આમ બન્ને યોજનામાં અંતર્ગતે કુલ ૭૦,પ૧૩ આસામીઓએ એડવાન્સ વેરા વળતર યોજનાનો લાભ મેળવ્યો છે. જેમાં મિલકત વેરા પેટે રૃા. ૩૧.૬ર કરોડ અને વોટર ચાર્જ પેટે રૃા. ૪.૩૦ કરોડ પ્રાપ્ત થયા છે અને રૃા. ૩.ર૮ કરોડનું રીબેટ આપવામાં આવ્યું છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન તા. ૧-૪-ર૦ર૩ થી તા. ૩૧-૧૦-ર૦ર૩ સુધીમાં ૯૪,પ૯૮ મિલકત ધારકો દ્વારા રૃા. પ૪.૭૮ કરોડ ભરપાઈ કરેલ છે. જેમાં રૃા. ૧૦.૧૮ કરોડનું રિબેટ-વ્યાજમાફી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial