Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વયનિવૃત્ત થતા કર્મચારીઓનું સન્માન કરાયુંઃ
જામનગર તા. રઃ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી અને ૧૦ સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
આજની બેઠકમાં કુલ રૃા. ૯પ લાખ ૮પ હજારના વિવિધ ખર્ચને બહાલી આપવામાં આવી હતી. સ્પે. આસી. ફોર કેપિટલ ઈન્વેસમેન્ટ ભાગ-૧ અન્વયે નોર્થ ઝોન વિસ્તારમાં ટીપી સ્કિમ નંબર-ર (જાડા) પ્લોટ નં. ૬૭/૧ માં હૈયાત શેડમાં અવેડા, ગમારા, ઘાસચારા રૃમમાં સીસી ફ્લોરીંગ, પાછળના ભાગે ફેન્સીંગ, ગેઈટ તથા મોરમઝીટ રોલિંગ લેવલીંગના કામ અંગે રૃા. ર૯.પ૭ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.
સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નંબર પ, ૯, ૧૩ અને ૧૪) જુદી જુદી કંપની દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલ, ગેસ પાઈપ લાઈન અને વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ધમાં સ્ટ્રેન્ધનીંગ ઓફ સીસી રોડ (સીસી ચરેડા) ના કામ માટે રૃા. ૧ર લાખનું ખર્ચ મંજુર કરાયું હતું.
આંતરમાળખાકીય સુવિધાની વર્ષ ર૦ર૩-ર૪ ની ગ્રાન્ટ અન્વયે સિવિલ શાખા નોર્થ ઝોન (વોર્ડ ૧, ૩ અને ૪) માં વર્ષ ર૦ર૩-ર૪ દરમિયાન સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસ માટે રૃા. ૩ લાખનો ખર્ચ જ્યારે સેન્ટ્રલ ઝોન (વોર્ડ નંબર પ, ૯, ૧૩ અને ૧૪) માટે રૃા. ૪ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.
કેબલ ટીવી / મનોરંજન કર /વ્યવસાય વેરા ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે સિવિલ શાખા ઈસ્ટ ઝોન (વોર્ડ ૧૦, ૧૧ અને ૧ર) માં શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ધમાં સીસી પેચવર્ક (સીસી ચરેડા) ના કામ માટેની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી.
વોટર વર્કસ શાખા હસ્તકના હેડ વર્કસમાં પાઈપલાઈન નેટવર્કના સ્ટ્રેન્ધનીંગ એન્ડ એક્સ્પાન્સનના કામ માટે રૃા. ૧ લાખ ૯૩ હજારનું ખર્ચ મંજુર રાખવામાં આવ્યું હતું.
શ્રી ગણેશ મહોત્સવ અન્વયે મૂર્તિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવા ચલાવવા તથા મેન્ટનન્સ માટે રૃા. ૪૦.૮૮ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.
ફોટોગ્રાફી/વીડિયોગ્રાફીના કામ માટે વાર્ષિક રૃા. પ લાખ પ૦ હજારનું ખર્ચ મંજુર રખાયું હતું. વયમર્યાદાના કારણે નિવૃત્ત થનાર કિરીટસિંહ વિક્રમસિંહ ચાવડા અને નારાણભાઈ કારાભાઈ ડાભીનું નિવૃત્તિ સન્માન કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial