Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળકે દાંડિયાથી ટકટક કરતા મામલો બીચક્યોઃ
જામનગર તા. ૨ઃ જામનગરના શંકરટેકરી વિસ્તારમાં એક બાળક પાડોશીના બાઈક પર દાંડીયા ફટકારતો હોય તે બાબતે બોલાચાલી પછી આ બાળકના પિતાને બે શખ્સે ફટકાર્યા હતા. બાળકના માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીની શેરી નં.૧૮માં રહેતા કુંદનબેન કિરણભાઈ ભીટોલ નામના મહિલાએ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ મહિલાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમનો છ વર્ષનો પુત્ર મોહિત પાડોશમાં રહેતા સંજય દિનેશભાઈ રાઠોડ નામના શખ્સના મોટરસાયકલ પર દાંડીયો પછાડતો હતો. આ વેળાએ સંજય તથા નરેશ બાવજીભાઈ રાઠોડ નામના શખ્સોએ ઝઘડો કર્યાે હતો.
તે પછી સીટમાં થયેલી નુકસાની કુંદનબેનના પતિ કિરણભાઈએ ચૂકવી આપી હોવા છતાં નરેશ તથા સંજયે ગાળો ભાંડી કિરણભાઈને ઘરે આવી માર માર્યાે હતો. પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૨૯૪ (ખ) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial