Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય હેમતભાઈ ખવાની રજૂઆતઃ
જામનગર તા. રઃ ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ નહીં થવાના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાની રજૂઆત જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ રાજ્યના ચૂંટણી કમિશનરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી સમયસર ન થવાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને થતી હાલાકી ભોગવવી પડી રહી છે. ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોની મુદ્ત પૂર્ણ થઈ ગઈ છે. જેના કારણે સમગ્ર ગુજરાતમાં મુદ્ત પૂર્ણ થઈ ગયેલ હોય તેવા ગામડાઓનો વિકાસ થંભી ગયો છે. પંચાયતોની મુદ્ત પૂર્ણ થઈ ગયેલ ગામડાઓમાં મુખ્યત્વે પીવાના પાણીના તેમજ સફાઈના પ્રશ્ને ગ્રામજનોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. વહીવટદારો નિયમિત ગામડાઓની મુલાકાતે થઈ શકતા ન હોવાના લીધે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
જામજોધપુર-લાલપુરમાં અનુક્રમે ૩૪ અને ૪૭ ગામોમાં પંચાયતોની મુદ્ત પૂૃણ થઈ ગયેલ હોવાના લીધે હાલ છેલ્લા સાત-આઠ મહિનાઓથી વહીવટદારો દ્વારા વહીવટ ચલાવવામાં આવે છે. આ વહીવટદારોમાં સરકારી કચેરીના તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવકો, ક્લાર્ક અને વિસ્તરણ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેના કારણે તેઓ પાસે તેમના રૃટીન કામો ઉપરાંતની આ વધારાની જવાબદારી છે. જામજોધપુર તાલુકામાં હાલની સ્થિતિએ ૭૦ ગામોમાં તલાટી-કમ-મંત્રીની સંખ્યા માત્ર ર૦ જ છે, જ્યારે લાલપુર તાલુકામાં ૭૪ ગામોમાં તલાટી-કમ-મંત્રીની સંખ્યા માત્ર ર૩ જ છે. ઉપરાંત અન્ય સ્ટાફની પણ અછત હોવાના લીધે વહીવટદારો ગ્રામ પંચાયતના કામોમાં પૂરતો સમય આપી શકતા નથી જેના પરિણામે ગામડાઓના વિકાસના કાર્યો અટકી પડ્યા છે.
જામજોધપુર તાલુકામાં હાલની સ્થિતિએ વિવિધ યોજનાઓ હેઠળના વિકાસના કુલ પ૦૦ જેટલા કામો તેમજ લાલપુર તાલુકામાં કુલ રપપ જેટલા કામો પેન્ડીંગ છે. આ કામોમાંથી મહત્તમ કામોની સમયમર્યાદા માર્ચ ર૦ર૪ માં પૂર્ણ થવા પર હોય જેથી તે તમામ ગ્રાન્ટ વણવપરાયેલ રહેવાના લીધે લેપ્સ થઈ જશે.
ગામડાઓમાં વિકાસના કાર્યો માટેની ગ્રાન્ટ વણવપરાયેલ પડી ન રહે તેમજ ગામડાઓના લોકોના સુખાકારીના કાર્યો સમયસર પૂર્ણ કરી શકાય તે માટે મુદ્ત પૂર્ણ થયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણી વહેલામાં વહેલી તકે યોજવા ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા રાજ્ય ચૂંટણી કમિશનરને તાત્કાલિક યોગ્ય હકારાત્મક પગલાં લેવા રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial