Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાળાના એથ્લેટિક મેદાનમાં ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટ્સની શાખાઓને આવરી લેવાઈ
જામનગર તા. રઃ સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં ૬૦ મી આંતર ગૃહ વાર્ષિક એથ્લેટિક મીટ તાજેતરમાં હાથ ધરવામાં આવી હતી. શાળાના એથ્લેટિક મેદાનમાં ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટ્સની તમામ શાખાઓને આવરી લેતી મહત્ત્વપૂર્ણ વાર્ષિક ઈવેન્ટ પરંપરાગત ધામધૂમ અને ઉત્સાહ સાથે પૂર્ણ થઈ હતી. કર્નલ શ્રેયશ મહેતા, આચાર્ય, સૈનિક સ્કૂલ બાલાચડીએ સમાપન સમારોહમાં હાજરી આપી હતી.
મુખ્ય અતિથિએ વિજેતા કેડેટ્સને ઈનામો અને મેડલ અર્પણ કર્યા હતાં અને સિનિયર કેટેગરીમાં પ્રતાપ હાઉસ અને જુનિયર કેટેગરીમાં નહેરૃ હાઉસને ચેમ્પિયનશિપ ટ્રોફી અર્પણ કરી હતી. પ્રતાપ હાઉસના કેડેટ અભિષેક કુમાર અને નહેરૃ હાઉસના કેડેટ આશિષે અનુક્રમે સિનિયર અને જુનિયર કેટેગરીમાં શ્રેષ્ઠ એથ્લેટ ટ્રોફી જીતી હતી.
આ પ્રસંગે વોલીબોલમાં શ્રેષ્ઠ ખેલાડી માટેની રામારાવ મેમોરિયલ ટ્રોફી ટાગોર હાઉસના કેડેટ આદર્શ કુમારને અને બાસ્કેટબોલ માટે તે ગરુડ હાઉસના કેડેટ દીપાંશુને આપવામાં આવી હતી. શિવાજી હાઉસના કેડેટ રાહુલ રાઠોડ અને કેડેટ દિવ્યેશને અનુક્રમે સિનિયર અને જુનિયર કેટેગરીમાં બેસ્ટ ફૂટબોલ પ્લેયરનો એવોર્ડ મળ્યો હતો જ્યારે પ્રતાપ હાઉસના કેડેટ જયંતને બેસ્ટ હોકી પ્લેયરનો એવોર્ડ મળ્યો હતો. શિવાજી હાઉસના કેડેટ અભિષેક કુમારને જેવલિન થ્રોમાં અગાઉનો શાળાનો રેકોર્ડ તોડવા બદલ વિશેષ ઈનામ આપવામાં આવ્યું હતું. નવો સ્કૂલ રેકોર્ડ ૩૧.ર૦ મીટર છે જ્યારે અગાઉ પ્રતાપ હાઉસના કેડેટ અનૂપ પાલ દ્વારા ર૧.૯૮મીટરનો રેકોર્ડ હતો. મુખ્ય અતિથિ કર્નલ શ્રેયશ મહેતા, આચાર્ય, સૈનિક સ્કૂલ બાલાચડીએ વિજેતાઓ, સહભાગીઓ અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતાં.
સભાને સંબોધિત કરતી વખતે, પ્રિન્સિપાલે કહ્યું હતું કે આપણે વર્ગખંડમાં અથવા અન્ય કોઈપણ જગ્યાએ શીખતા નથી તે આપણે કોર્ટમાં અથવા રમતના મેદાનમાં શીખીએ છીએ જેને કયારેય છોડવી ન જોઈએ. તેમણે કેડેટ્સને ઓછામાં ઓછી એક રમતની પ્રેક્ટિસ કરતા રહેવાની સલાહ આપી. તેમણે પીટીઆઈ સીએચએમ સંદિપ પાંડે, પીટીઆઈ હવલદાર મનુજ અને ગ્રાન્ડ મેન મિસ્ટર અકરમ અને મિસ્ટર અલીનું પણ સન્માન કર્યું. શાળાના સ્પોર્ટસ કેપ્ટન કેડેટ દિવ્યરાજસિંહ ચૂડાસમા દ્વારા પ્રસ્તાવિત આભાર મત સાથે કાર્યક્રમનું સમાપન થયું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial