Advertisement
Author: નોબત સમાચાર

પ્રયાગરાજમાં બહારના વાહનોની એન્ટ્રી બંધઃ બાબતપુર પાસે વાહનોની કતારો

મહાકુંભમાં ભાગદોડની દુર્ઘટના પછી

પ્રયાગરાજ તા. ર૯: ગઈ રાત્રે બનેલી કરૃણ દુર્ઘટના પછી મહાકુંભ જવું મુશ્કેલ થયું છે. નાસભાગ પછી પ્રયાગરાજમાં બહારના વાહનોની એન્ટ્રી બંધ કરીને બેરિકેડ્સ લગાવાયા છે. આથી ધોરીમાર્ગો પર વાહનની લાંબી કતારો લાગી છે.

પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નાસભાગ મચી જતા ર૦ જેટલા લોકોના મોત થયા છે. ત્યારે હવે આ નાસભાગ પછી મહાકુંભ જવું મુશ્કેલ થઈ ગયું છે. નાસભાગ પછી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. હવે પ્રયાગરાજમાં બહારના વાહનોની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. પ્રયાગરાજ તરફ જતા વાહનોને વિવિધ જિલ્લાઓમાં રોકવામાં આવી રહ્યા છે. પ્રયાગરાજની સરહદો બહારના વાહનો માટે સીલ કરી દેવામાં આવી છે. બહારના જિલ્લાથી પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર બેરિકેડ લગાવીને બ્લોક કરી દેવામાં આવ્યા છે.

ભદોહી, સોનભદ્ર, મિર્ઝાપુર, કૌશાંબી, જૌનપુરમાં પોલીસ વહીવટી ટીમો પ્રયાગરાજ જતા વાહનોને રોકી રહી છે અને તેમને પરત મોકલી રહી છે. વારાણસીથી પ્રયાગરાજ જતા વાહનોને ભદોહીના બાબુરાસાઈમાં રોકી દેવામાં આવ્યા છે. જેના કારણે અનેક કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી ગઈ છે. હાઈ-વેની એક બાજુ ટ્રાફિક જામ છે. વારાણસીમાં, પ્રયાગરાજ તરફ જતા વાહનોને મિર્ઝાપુરના રખુનામાં રિંગ રોડ પાસે રોકવામાં આવ્યા છે.

જૌનપુરથી વારાણસી જતા વાહનોને બાબતપુર વિસ્તારમાં રોકીને પરત મોકલવામાં આવી રહ્યા છે. બાબતપુર ચોકી ઈન્ચાર્જ સત્યજીત સિંહે જણાવ્યું કે, ઉચ્ચ અધિકારીઓના આદેશ પર પ્રયાગરાજમાં ભારેભીડના કારણે શ્રદ્ધાળુઓને રોકવામાં આવી રહ્યા છે. જેના કારણે બાબતપુર ચાર રસ્તા પરથી પસાર થતા બાસની બારાગાંવ હાઈ-વે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. બીજી તરફ જૌનપુર-વારાણસી રોડ પર પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. વારાણસીમાં જ મિર્ઝામુરાદ ક્ષેત્રના ગુડિયા ગામ પાસે પણ પ્રયાગરાજ તરફ જતા વાહનોને બેરિકેડીંગ કરીને રોકવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh