Advertisement
Author: નોબત સમાચાર

વીજચેકીંગ માટે પુરતુ પોલીસ પ્રોટેકશન આપવા જીબીઆ એસો.ની પી.જી.વી.સી.એલ.ને રજૂઆત

માથાભારે ગામોમાં સુરક્ષા બંદોબસ્ત વિના કામગીરી નહીં: યુનિયન

જામનગર તા. ૨૯: જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીના જીબીઆ એસોસિએશને સુરક્ષાના મુદ્દે અધિક્ષક ઈજનેરને આવેદનપત્ર આપીને વિજ ચેકિંગ તેમજ ડીશ કનકેશન સહિતની વિજિલન્સ એકિટવિટી દરમિયાન પોલીસ પ્રોટેકશન વગર કામ નહીં કરવા માટેની એસો. દ્વારા રજૂઆત કરી છે.

જામનગર કચેરી હેઠળના જીબીઆ યુનિયન- જામનગર દ્વારા વિજ ચેકીંગ, ક્રોસ ચેકિંગ સહિતની અન્ય એક્ટિવિટી સમયે પોલીસ પ્રોટેક્શન સાથે જ કામગીરી કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની સર્કલ ઓફિસમાં ગઈકાલે સોમવારે જીબીઆ જામનગર યુનિયન દ્વારા અધીક્ષક ઈજનેર ને આવેદન આપ્યુ છે, જેમાં ચેકિંગ, ડીસ કનેક્શન, ક્રોસ ચેકિંગ કે અન્ય વિજિલન્સ એક્ટિવિટી માટે વિથ પોલીસ પ્રોટેક્શન જ જવા દેવા રજુઆત કરાઈ છે, માથાભારે ગામોમાં કોઈ પણ પ્રકારની કામગીરી પોલીસ પ્રોટેક્શન વગર કરવામાં આવશે નહિ, તેવું પણ આવેદનપત્રમાં જણાવાયું છે.

તાજેતરમાં પોરબંદર વર્તુળ કચેરીમાં આવતા બાંટવા પેટા વિભાગના જુનિયર ઈજનેર દ્વારા ગોસા ગામે ક્રોસ વેરીફીકેશનની કામગીરી કરવા જતાં ગામના સરપંચ સહીત ના ઇસમો દ્વારા પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો, તથા જુનિયર ઈજનેર એસ.પી.પરમારને ગંભીર ઈજા પહોચવાની ઘટના બનવા પામેલ છે.

પોરબંદરના બનાવમાં ગોસા જેવા સંવેદનશીલ ગામમાં પણ પોલીસ પ્રોટેક્શન વગર કામગીરી કરવાની ફરજ પાડેલી હતી, જેના કારણે આ બનાવ બન્યો છે.

હવે પછી ચેકિંગ, ડીસકનેક્શન, ક્રોસ ચેકિંગ કે અન્ય વિજીલન્સ કામગીરી માટે ફરજીયાત પોલીશ પ્રોટેક્શન આપવા લોકલ લેવલે જરૃરી વ્યવસ્થા કરવા રજૂઆત થઈ છે અને માથાભારે / સંવેદનશીલ ગામોમાં તમામ કામગીરી માટે પોલીસ પ્રોટેક્શનની જરૃરી વ્યવસ્થા કરવી અન્યથા આવા કોઈ અનિચ્છનીય બનાવની સંપૂર્ણ જવાબદારી મેનેજમેન્ટની રહેશે તેમજ હવે પછી આ પ્રકારની કોઈપણ કામગીરી માટે ઈજનેરો પૂરતા પ્રમાણમાં પોલીસ પ્રોટેક્શનની વ્યવસ્થા વગર આવી કામગીરી કરવા જશે નહી, તેમ પણ રજૂઆતમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh